ગુજરાત

gujarat

ETV Bharat / state

જોડિયા ગ્રામ પંચાયતમાં ગ્રાન્ટને લઇ સદસ્યોએ કરી તાળાબંધી - panchayat

જામનગર: જોડિયા ગ્રામ પંચાયતને ઓકટ્રોયની અવેજીમાં મળતી ગ્રાન્ટમાં છેલ્લાં બે વર્ષથી ઓછી રકમ મળવાથી વહીવટ ચલાવવો મુશ્કેલી બન્યો હતો. જેને લઇને ગ્રામ પંચાયતના સરપંચ અને સદસ્યો દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી. આ તાળાબંધીની ચાવી તાલુકા વિકાસ અધિકારીને સોંપવામાં આવી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 11, 2019, 12:44 PM IST

જોડિયા ગ્રામ પંચાયતના કર્મચારીઓનો પગાર ચડત થઇ જતાં ગ્રામ પંચાયતની તાળાબંધી કરવામાં આવી હતી. ઓકટ્રોયની અવેજીમાં જોડિયા ગ્રામ પંચાયતને દર ત્રણ મહિને રકમ ચૂકવવામાં આવતી હોય છે. જો કે, લાંબા સમયથી આ રકમ ઓછી મળતી હોવાથી ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવવો મુશ્કેલ હોવાની રજૂઆત કરાઇ હતી. છતાં પણ હજુ સુધી ગ્રાન્ટ ફાળવવામાં ન આવતાં તાળાબંધી કરવામાં આવી હતી.

વિગતો મુજબ જોડિયા ગ્રામ પંચાયતને ઓકટ્રોયની અવેજીમાં ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આ ગ્રાન્ટની રકમ છેલ્લાં બે વર્ષથી ઓછી હોય છે. ત્રિમાસિક ગ્રાન્ટમાં રૂપિયા 8,41,518 ઓછા મળ્યા છે. પરિણામે છેલ્લાં છ મહિનાથી ગ્રામ પંચાયતના 37 જેટલાં કર્મચારીઓના પગાર ચડત છે. માટે આઠ દિવસમાં બે પગાર ચૂકવવા માટે માંગણી કરવામાં આવી હતી. જો કે, ગ્રાન્ટ ઓછી હોવાથી આ માંગણી સ્વિકારાઇ ન હતી. નાણાંની અછતના કારણે જોડિયા ગ્રામ પંચાયતનો વહીવટ ચલાવવો મુશ્કેલ હોવાથી સરપંચ દ્વારા તાળાબંધી કરી ચાવી તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવી હતી.

આ ઉપરાંત જોડિયામાં ભૂગર્ભ ગટર, પાણી, લાઇટ, સફાઇ સહિતના અન્ય પ્રશ્રનનો હજૂ સુધી યોગ્ય ઉકેલ તંત્ર દ્વારા લેવાયો નથી. આ મામલે વારંવાર રજૂઆત કરવામાં આવી છે. છતાં કોઇ જ ઉકેલ લેવાયો નથી. સામાન્ય સુવિધાઓ પણ ગ્રાન્ટની અછતના કારણે લોકોને પૂરી પાડવામાં મુશ્કેલી ઉભી થઇ રહી છે.

ABOUT THE AUTHOR

...view details