ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર નજીક તળાવમાં અજાણ્યા શખ્સો કેમિકલ ફેકી થયા ફરાર

જામનગરઃ જિલ્લાના બેડ ગામના તળાવમાં સોમવારે રાત્રે અજાણ્યા શખ્સો મોટી સંખ્યામાં કેમિકલ ભરેલાં બેરલોનો જથ્થો ફેંકી નાશી ગયા હતા. આ પ્લાસ્ટિક અને લોખંડના બેરલોનો જંગી જથ્થો ક્યાંથી આવ્યો? તે તપાસનો વિષય છે. આ મામલે સિક્કા પોલીસને જાણ કરવામાં આવતાં સિક્કા પોલીસે પર્યાવરણ વિભાગને જાણ કરવા સુફિયાણી સલાહ આપી પોતાની જવાબદારી હાથ ખંખેરી લીધા હોવાનું બહાર આવ્યું છે.

જંગી કેમિકલ ભરેલાં બેરલો

By

Published : Apr 30, 2019, 10:28 PM IST

માહિતી પ્રમાણે, જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલ બેડ ગામના તળાવમાં ગત્ રાત્રિના અજાણ્યા શખ્સોએ કેમિકલના પ્લાસ્ટિક-લોખંડના બેરલનો જંગી જથ્થો ઉતારી નાશી ગયાં હતાં. જ્યારે સવારે આ બાબતની જાણ થતાં ગ્રામજનો થતાં લોકોના ટોળાં તળાવ ખાતે ઉમટી પડ્યાં હતાં. આ કુતૂહલ વચ્ચે અનેક લોકોએ પાણી ભરવા માટે આ બેરલો હાથવગા કર્યા હતાં.

જંગી કેમિકલ ભરેલાં બેરલો

ગ્રામજનોએ આ બાબતે સિક્કા પોલીસને જાણ કરી હતી, તો પોલીસે તપાસ કરવાના બદલે જાગૃત નાગરિકોને પર્યાવરણ વિભાગને જાણ કરવા સલાહ આપી પોતાની જવાબદારીમાંથી છટકી ગયા હતા. જો કે, આ કેમિકલ ભરેલાં બેરલો આટલી મોટી સંખ્યામાં કોણ ઠાલવી ગયાં? તે તપાસનો વિષય છે. કેમિકલ ઝેરી છે કે કેમ? તે અંગે પણ તપાસ થવી જરૂરી હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details