જામનગરમાં રહેતા જયેશભાઈ નાખવા નામના યુવકે ગુરૂવારની રાત્રે એક વાગ્યે દવા ગટગટાવી લીધી હતી. ત્યારબાદ તેમના પરિવારજનોને જાણ થતા યુવકને જી.જી.હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ યુવક રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમણે ત્રણ વ્યાજખોરો પાસેથી 10 હજાર રૂપિયા વ્યાજ પર લીધા હતા. ત્યારબાદ વ્યાજખોરો દ્વારા 10 હજારના 40 હજાર કરી દેવામાં આવતા જયેશભાઈ મુશ્કેલીમાં મુકાયા હતા.
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી
જામનગર: શહેરમાં વ્યાજખોરોનો દિવસેને દિવસે ત્રાસ વધી રહ્યો છે. તેની વચ્ચે શહેરમાં આવેલા હવાઈ ચોકમાં રહેતા 30 વર્ષીય યુવક દ્વારા ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકે વ્યાજખોરના ત્રાસને કારણે ઝેરી દવા ગટગટાવી હતી. હાલ આ યુવકને શહેરમાં આવેલી જી.જી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરમાં વ્યાજખોરોના ત્રાસથી યુવકે ઝેરી દવા ગટગટાવી
આ સમસ્યાનું સમાધાન ન મળતા તેમજ વ્યાજખોરોના દિવસેને દિવસે વધતા ત્રાસને કારણે તેમણે ગુરૂવારની રાત્રીએ ઝેરી દવા પી લીધી હતી.