ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્રમાં જામનગર 78ના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ મત્સ્યોદ્યોગ પ્રધાનને પ્રશ્ન ર્ક્યો હતો કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ જામનગર સલાયા મત્સ્ય ઉતરણ કેન્દ્રના નવીનીકરણનું કામ ક્યાં તબકકામાં છે? સલાયા મત્સ્ય બંદરના નવીનીકરણના કામ માટે ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચ થયો છે? અને નવીનીકરણની આ કામગીરી ક્યારે પુર્ણ કરવામાં આવશે? જેના જવાબમાં મત્સ્યોદ્યોગ પ્રધાને જણાવ્યું હતું કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતીએ જામનગર જિલ્લાના સલાયા મત્સ્ય ઉતરણ નવીનીકરણનું કામ પુર્ણ થયું છે. સલાયા મત્સ્ય બંદરના નવીનીકરણના કામ માટે ઉક્ત સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રૂપિયા 3.59 કરોડનો ખર્ચ થયો છે અને નવીનીકરણની આ કામગીરી પુર્ણ થયેલી છે.
વિધાનસભા સત્રમાં સલાયાને મળી નવી ભેટ, મત્સય બંદરનું થશે નવીનીકરણ
જામનગરઃ વિધાનસભા સત્રમાં જામનગર 78ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા)એ મત્સ્ય ઉદ્યોગનો પ્રશ્ન ઉઠાવ્યો હતો અને સલાયા મત્સ્ય નવીનીકરણનું કામ કેટલે પહોંચ્યું? તેના જવાબમાં મત્સ્યોદ્યોગ પ્રધાને જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં રૂપિયા 3.59 કરોડના ખર્ચે સલાયા મત્સ્ય બંદરના નવીનીકરણનું કામ પૂર્ણ થયું છે.
આ ઉપરાંત હકુભા જાડેજાએ પાણી પુરવઠા પ્રધાનને પ્રશ્ન ર્ક્યો હતો કે, 31 ડિસેમ્બર 2018ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં કુલ કેટલી ગામની આંતરીક પેયજળ અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં યોજનાઓ મંજુર કરવામાં આવી? અને ઉક્ત મંજુર કરેલી યોજનાઓની કુલ અંદાજીત રકમ કેટલી છે? જેના જવાબમાં પાણી પુરવઠા પ્રધાને જણાવ્યું હતું કે, 31 ડિલેમ્બર 2018ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં 5 યોજના ગામની આંતરીક પેયજળ યોજનાઓ અન્વયે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં યોજનાઓ મંજુર કરવામાં આવી અને ઉક્ત મંજૂર કરેલી યોજનાઓની કુલ અંદાજીત રકમ રૂપિયા 119.21 લાખ છે.