ગ્રામ પંચાયતમાં આ બાબતને લઈને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેમાં પવન ચક્કી કંપનીને ગૌચરની જમીનમાંથી રસ્તો આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. પરંતુ આ જમીન પર ગેરકાયદેસર રીતે 4 મોટા અને 60 જેટલા નાના વીજપોલ ઊભા કરી અને જમીન પર દબાણ કર્યા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા હતા.
જામજોધપુરના બાલવામાં ગૌચરની જમીન પર પવનચક્કી નખાતા વિવાદ
જામનગર: જામજોધપુરના બાલવા ગામે ગૌચર જમીનમાં પવન ચક્કીના વીજપોલ ઊભો કરવાનો વિવાદ સર્જાયો છે. આ વિવાદમાં પવનચક્કી કંપનીના કોન્ટ્રાક્ટરો દ્વારા ગૌચરની જમીનમાં વીજપોલ ઊભા કરી અને જમીનમાં દબાણ કરાયું હોવાના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે.
ગામના તલાટી મંત્રી દ્વારા ગ્રામ પંચાયત ધારા હેઠળ ગેરકાયદેસર દબાણ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. પરંતુ ગ્રામ પંચાયતની બાબતમાં પોલીસે તલાટી કમ મંત્રીને પોલીસ સ્ટેશન બોલાવી અને તેની સાથે બીભત્સ ભાષામાં વર્તન કરી અને PSI જે.કે મોરી દ્વારા મંત્રીને લાફો મારવામાં આવ્યો હતો.
આ સમગ્ર મામલે ગ્રામજનોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો હતો અને પોલીસ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો હતો અને PSI જે કે મોરી દ્વારા જે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હતું અને તલાટી મંત્રીને જે લાફો મારવામાં આવ્યો હતો તેને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી.
જામજોધપુરના ધારાસભ્ય ચિરાગે કહ્યું કે, આ ઘટનાને ખૂબ જ નિંદનીય ઠેરાવી હતી. એક સરકારી કર્મચારી જ્યારે બીજા સરકારી કર્મચારી સાથે આ પ્રકારનું ગેરવર્તન કરે તેને આ ઘટનાને નિંદનીય ગણાવી હતી.