રિલાયન્સ કંપની સામે મેઘપરના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ, કલેકટરને આવેદનપત્ર
જામનગર: મેઘપર ગામના રહીશોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ કંપની દ્વારા આજૂ-બાજૂના રહીશોની જમીન પર ચોમાસા દરમિયાન પાણી છોડવામાં આવતાં ગ્રામજનો નારાજ થયા છે. રિલાયન્સ કંપનીના કારણે પ્રદૂષણ ફેલાવવામા આવી રહ્યું છે જેથી ગ્રામજનો રોગચાળાના ભોગી બન્યા છે. ગામતળના પાણીમાં ઓઈલ અને ડીઝલ મિક્સ થતું હોવાનો ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.
રિલાયન્સ કંપની સામે મેઘપરના ગ્રામજનોએ નોંધાવ્યો વિરોધ... કલેકટરને આવેદનપત્ર
રિલાયન્સ દ્વારા સતત ફેલાતા પ્રદૂષણથી ગ્રામજનો પરેશાન બન્યા છે. 70 જેટલા ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. રિલાયન્સ કંપનીએ ખાવડી નજીક ખેડૂતોની જમીન વેચાતી લઇ લીધી છે અને અનેક વાયદાઓ કર્યાં હતા. જો કે એકપણ વાયદાનું પાલન કરવામાં આવ્યું નથી. જેના કારણે ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. રિલાયન્સ કંપનીની આજૂ-બાજૂના ગામડાઓમાં પીવાનું પાણી પણ દૂષિત બન્યું છે.