ગુજરાત

gujarat

ETV Bharat / state

ધરાનગરના સ્થાનિકોએ ચૂંટણીનો કર્યો બહિષ્કાર - Gujarati News

જામનગરઃ જામનગરના ધરાનગરના 1100 જેટલા રહેવાસીઓએ મતદાનનો બહિષ્કાર કર્યો છે. ધરાનગરમાં પ્રાથમિક સુવિધા ન હોવાથી મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે આ તમામ 1100 મતદારો પોતાનો મત તો આપશે પણ તમામ મત નોટાને આપશે.

ધરાનગરના સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કાર કર્યો... પ્રાથમિક સુવિધા ન મળતાં સ્થાનિકોમાં રોષ

By

Published : Apr 22, 2019, 10:34 PM IST

ધરાનગરમાં છેલ્લા કેટલા વર્ષોથી વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું છે. અહીં પીવાનું શુદ્ધ પાણી મળતું નથી અને ગટરની વ્યવસ્થા પણ નથી. ધરાનગરના રહેવાસીઓએ પ્રાથમિક સુવિધા માટે અનેક વખત કોર્પોરેશનમાં તેમજ રાજકીય નેતાઓને પણ પોતાની વાત કરી હતી. જોકે કોઇ ઉકેલ ના આવતા પ્રાથમિક સુવિધાઓ ના મળતા સ્થાનિકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે અને આ ગુસ્સો તેઓ નોટામાં મત આપીને બતાવવા જઈ રહ્યા છે.

જામનગરના લાલપુર તાલુકામાં આવેલ ભાણપુર ગામના ગ્રામવાસીઓએ પણ ચૂંટણી બહિષ્કાર કર્યો છે અને ગામમાં કોઈ પણ રાજકીય વ્યક્તિએ પ્રવેશ કરવો નહીં જેવા પોસ્ટરો પણ લગાવ્યા છે.આવતીકાલે લોકશાહીનું મહાપર્વ એટલે કે મતદાન યોજાઈ રહ્યું છે. દેશના નાગરિકો પોતાનો પવિત્ર મતનું દાન કરશે.જોકે જામનગરના ધરાનગર વિસ્તારના લોકો પોતાના મતનો ઉપયોગ તો કરશે પણ નોટામાં મત આપશે.

ABOUT THE AUTHOR

...view details