રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગના દ્વારા દેશભરમાં સફાઈ કર્મચારીઓને અવેરનેસ અને ટ્રેનિંગના કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત જામનગરમાં રાષ્ટ્રીય કર્મચારી આયોગના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અધ્યક્ષ મનહર ઝાલાએ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા. તેમજ સફાઈ કર્મચારીઓનું પણ સન્માન કર્યુ હતું. ત્યારબાદ ગટરમાં ગૂંગળાઇને મરતાં સફાઇ કર્મચારી ઓની વાત કરી સફાઇ કામમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે જાણકારી આપી હતી.
જામનગરમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ દ્વારા કરાયું એપ્લિકેશનનું લોન્ચિંગ
જામનગર: શહેરના ટાઉનહોલમાં રાષ્ટ્રીય કર્મચારી આયોગના ચેરમેન મનહર ઝાલાના નેતૃત્વમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ વખત સફાઈ કર્મચારીઓને એક અઠવાડિયાની ટ્રેનિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સફાઇ કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
જામનગરમાં રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગનો કાર્યક્રમ યોજાયો
આ ઉપરાંત સફાઈ કર્મચારીઓના વિવિધ મુદ્દાઓ અને પ્રશ્નોના નિરાકરણ માટે રાષ્ટ્રીય સફાઇ કર્મચારી આયોગ દ્વારા એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવી હતી. જેના વિશે માહિતી આપી સફાઇકર્મીઓને જાગ્રત કર્યા હતાં.