જામનગર: ખાનગી કંપનીઓના હજારો વીઘા ગૌચરની જમીનોના દબાણો દૂર કરયા - Gujarati News
જામનગરઃ ખાનગી કંપનીઓ દ્વારા હજારો વીઘા ગૌચરની જમીનોના દબાણો કરવામાં આવ્યા હતા. ગ્રામ પંચાયતો દ્વારા તેની સામે સતત લડત લડવામાં આવી હતી. જામનગરના ખંભાળિયા તાલુકાના ટીંબડી ગામમાં ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં નયારા એનર્જીએ દબાણ કરવામાં આવ્યું હતું.
જે દબાણ દૂર કરવા ગ્રામ પંચાયત દ્વારા અવાર નવાર નોટીસ ફટકારી કાયદાકીયકાર્યવાહી કરવામાં આવી હતી. આખરે ખાનગી કંપનીએ પંચાયતની લડત સામેઝુકવુંપડયુ હતું. ખંભાળિયાના ટીંબડી ગામ મઘ્યે પંચાયતી 36 વીઘા ગૌચર જમીનમાં નયારા એનર્જી ખાનગી કંપનીએ ગેરકાયદેસર દબાણ કર્યુ હતું. ગૌચરની જમીનમાં ફેન્સીંગ બાંધી જમીન પર દબાણ કરી દીધું હતું.
આ દબાણ દૂર કરવા ટીંબડી ગ્રામ પંચાયત દ્વારા લાંબી લડત લડવામાં આવી હતી. કંપની દ્વારા ગ્રામ પંચાયતે ઘણી રજુઆતકરવામાં આવી હતી,છતાં પણ કંપનીના કોઇપણ દબાણમાં આવ્યા વિનાગ્રામ પંચાયતે જાતે જ દબાણ દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. મંગળવારે પોલીસ રક્ષણ સાથે દબાણો દૂર પણ કરવાના હતાં. પરંતુ તે પહેલા જ ગ્રામ પંચાયતની લડત સામે કંપનીને ઝુકવું પડયું હતુ. આ સાથે જ રવિવારના રોજસ્વૈચ્છીક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.