ખાસ કરીને નેવીના જવાનો મધદરિયે કેવી રીતે દુશ્મનો સામે લડાઈ લડે છે. તે વિશે માહીતીગાર કરાવી હતી. આ સાથે જ સ્વિમિંગ થતા યોગા સહિતની યુવતીઓને તાલીમ આપવામાં આવી છે. NCC કેડેટ્સમાં જોડાયેલી યુવતીઓ ભવિષ્યમાં નેવીમાં જોડાઈ અને દેશની સેવા કરે તેવી નેવીના કમોન્ડર સી રઘુરામે શુભકામનાઓ પાઠવી છે.
જામનગરમાં INS વાલસુરામાં તમિલનાડુની NCC ગર્લ્સનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો
જામનગર: જિલ્લામાં નેવી મથક વાલસુરામાં NCC કેડેટ્સ માટે ટ્રેનિંગ કાર્યક્રમ યોજ્યો હતો. નેવલ ટ્રેનિંગમાં તમિલનાડુની 73 NCC કેડેટ્સની ગર્લ્સ જોડાઈ હતી. 20 ગર્લ્સ સિનિયર છે. તમામ યુવતીઓને નેવીની આકરી ટ્રેનિંગ અને વિવધ કરતબો શીખડાવવામાં આવ્યા છે.
INS વાલસુરામાં તમિલનાડુની NCC ગર્લ્સનો ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો
નેવીના ઓફિસરો દ્વારા તમામ યુવતીઓને વિવિધ જ્ઞાનસભર માહિતી પણ આપવામાં આવી છે. તમિલનાડુથી આવેલી તમામ યુવતીઓ ઉત્સાહભર નવીના સમગ્ર કાર્યક્રમમાં ભાગ લીધો હતો.