ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર 108ની ટીમની યશસ્વી કામગીરી: મોરકંડા ગામે વરસાદ વચ્ચે એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

રાજયભરમાં એમ્બ્યુલન્સ સેવાના (Statewide ambulance service )પ્રારંભથી આ સેવા લાખો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.જામનગરના મોરકંડા (Morkanda of Jamnagar)વિસ્તારમાંથી મોતીબહેન નામની એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા થતા પ્રસુતિ અંગેનો કોલ લાલ બંગલા વિસ્તારની 108ની ટીમને(108 ambulance team) મળ્યો હતો.108 ની ટીમે એમ્બ્યુલન્સની અંદર સગર્ભા મહિલાની ડીલેવરી (Delivery to a pregnant woman)કરાવી હતી.

જામનગર 108ની ટીમની યશસ્વી કામગીરી: મોરકંડા ગામે વરસાદ વચ્ચે એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી
જામનગર 108ની ટીમની યશસ્વી કામગીરી: મોરકંડા ગામે વરસાદ વચ્ચે એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી

By

Published : Nov 19, 2021, 8:26 PM IST

  • જામનગર 108ની ટીમની યશસ્વી કામગીરી
  • વરસતા વરસાદ વચ્ચે એમ્બ્યુલન્સમાં સફળતાપૂર્વક પ્રસુતિ કરાવી
  • એમ્બ્યુલન્સ સેવાના પ્રારંભથી સેવા લોકો માટે આશીર્વાદરૂપ

જામનગર : રાજયભરમાં એમ્બ્યુલન્સ( Statewide ambulance service )સેવાના પ્રારંભથી આ સેવા લાખો લોકો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે.ત્યારે જામનગર તાલુકાના મોરકંડા(Morkanda of Jamnagar) ગામના વાડી વિસ્તારમાંથી ગઈકાલે રાત્રે ચાલુ વરસાદે 108ની ટીમે (108 ambulance team)યશસ્વી કામગીરી કરી વરસતા વરસાદે એમ્બ્યુલન્સની અંદર સગર્ભા મહિલાની ડીલેવરી કરાવી હતી.

108ની ટુકડી દ્વારા વિલંબ વગર સ્થળ પર ડિલિવરી

જામનગરના મોરકંડા વિસ્તારમાંથી મોતીબહેન નામની એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા થતા પ્રસુતિ અંગેનો કોલ લાલ બંગલા વિસ્તારની 108ની ટીમને મળ્યો હતો.
આ સંદેશો ગઈકાલે રાત્રે 12.45 વાગ્યાના અરસામાં મળ્યો હતો.જે દરમિયાન માવઠાની સ્થિતિ હતી અને ધીમી ધારે વરસાદ ચાલી રહ્યો હતો. છતાં પણ 108ની ટુકડી ઘટનાસ્થળે પહોંચી પ્રસુતા મહિલા મોતીબહેનને તપાસતા સ્થળ પર જ ડિલિવરી કરવાની જરૂર જણાઈ હતી આથી 108ની ટીમના ઇ.એમ.ટી. વિજયરાજસિંહ તથા પાયલોટ મહેન્દ્રસિંહ સહિતનાઓએ સમયસૂચકતા વાપરીને સગર્ભા મહિલાની 108ની એમ્બ્યુલન્સમાં પ્રસૂતિ કરાવી હતી.

પ્રસૂતાના પરિવારજનોએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો

સ્ટાફની જબરી જહેમત બાદ પ્રસુતિની પ્રક્રિયા સફળતાપૂર્વક સંપન્ન થઈ હોવાથી મોતીબેન તથા તેમના પરિવારજનોએ 108ની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. હાલ માતા તેમજ બાળક સ્વસ્થ હોવાનું જણાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃખેડૂતોએ સત્યાગ્રહથી અહંકારનું માથું ઝુકાવી દીધું, PMએ ગુનો સ્વીકાર્યો - કૉંગ્રેસે મોદી સરકારને લીધી આડેહાથ

આ પણ વાંચોઃપહેલા બુંદેલખંડમાં ભૂમાફીયાઓનુ રાજ હતું: નરેન્દ્ર મોદીના વિપક્ષ પર આકરા પ્રહાર

ABOUT THE AUTHOR

...view details