ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર એલસીબીની સફળતા, દાગીના સાથે ચોર ઝડપાયો

જામનગરમાં ઘરફોડ ચોરીના તસ્કર અંગેની બાતમી મળતા ચાંદીબજાર વિસ્તારમાંથી એલસીબીની ટીમે સોનાની વીંટી સાથે ચોરને ઝડપી લીધો હતો.

jamnagar
jamnagar

By

Published : Jan 26, 2021, 9:25 AM IST

  • આઠ દિવસ પૂર્વે રહેણાંક મકાનમાંથી થઈ હતી ચોરી
  • એલસીબીએ ચાંદીબજારમાં ગોઠવી હતી વોચ
  • દાગીના વેચવા આવેલા ચોર પાસે મળી રૂ.20,000ની વીંટી

જામનગર: આઠેક દિવસ પહેલા એક રહેણાંક મકાનમાંથી સોનાની વીંટીની ચોરી થઈ હતી. આ ચોરી આચરનાર તસ્કર અંગે એલસીબીના ફિરોજ દલ અને વનરાજ મકવાણાને મળેલી બાતમીના આધારે જિલ્લાના પોલીસ વડા દીપન ભદ્રનની સૂચનાથી એલસીબી પીઆઈ કે.જી. ચૌધરી અને પીએસઆઈ બી.એમ. દેવમુરારી સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

આબિદ યુસુફભાઈ મતવા પાસે મળી ચોરી થયેલી વીંટી

ચાંદીબજારમાંથી સોનાના દાગીના વેચવા માટે આવેલ આબિદ યુસુફભાઈ મતવા નામના શખ્સને આંતરીને તપાસ કરતાં તેની પાસેથી સોનાની વીંટી કબ્જે કરાઈ હતી. વધુ પૂછપરછ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે, આ વીંટી આઠેક દિવસ પૂર્વે દીપકભાઈ રમેશભાઈ વિઠ્ઠલાણીના રહેણાંક મકાનમાંથી ચોરાઈ હતી જેની કિંમત રૂ.20,000 જેટલી હતી.

ABOUT THE AUTHOR

...view details