જામનગરમાં ડેન્ગ્યુના શિકાર બનેલા મેડીકલના વિધાર્થીઓએ બેડરેસ્ટ એક્ઝામ આપી - ડેન્ગ્યુના લક્ષણ
જામનગરઃ ડેન્ગ્યુની ઝપેટમાં ફક્ત સામાન્ય નાગરિકો જ નહીં પરંતુ મેડિકલ કૉલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ સપડાયા છે. પરીક્ષા ચાલતી હોવાથી એક વિદ્યાર્થીએ બિસ્તર પર પેપર આપવાની ફરજ પડી છે.
exam in hospital
જી જી હોસ્પિટલમાં એમ પી શાહ મેડિકલ કોલેજના વિધાર્થીઓએ ડેંગ્યુની સારવાર સાથે પરીક્ષા આપી છે. જી જી હોસ્પિટલ દ્વારા વિધાર્થીઓ માટે અલગ રૂમ ફાળવવામાં આવ્યો છે. ડેન્ગ્યુની બિમારીની સારવાર સાથે એમબીબીએસ બીજા વર્ષના વિદ્યાર્થીઓએ પેપર આપવા મજબૂર બન્યા છે. મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રહેતા 30 જેટલા વિદ્યાર્થીઓને ડેન્ગ્યૂની અસર થઈ છે.