જામનગરઃ જિલ્લાના પ્રવાસે આવેલા કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ દ્વારકાધિશના દર્શને નીકળ્યા છે. કોંગ્રેસ પ્રદેશ પક્ષના કાર્યકારી પ્રમુખ બન્યા બાદ હાર્દિક પટેલનો હાલાર પંથકમાં પ્રથમ પ્રવાસ છે.
હાર્દિક પટેલ જામનગરના પ્રવાસે, સ્થાનિક કાર્યકર્તાઓ દ્વારા ભવ્ય સ્વાગત - State Congress
જામનગરમાં લાલપુર બાયપાસ ચોકડી પાસે કોંગ્રેસના આગેવાનોએ હાર્દિક પટેલનું સ્વાગત કર્યું હતું. કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલ આજે હાલારની મુલાકાતે છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પક્ષના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ જામનગરમાં સવારે 9.30 કલાકે આવી પહોંચ્યા હતા. જામનગર કોંગ્રેસના કાર્યકરોએ લાલપુર બાયપાસ, સમર્પણ ચોકડી પાસે હાર્દિકનું સ્વાગત કર્યું હતું. જેમાં ધારાસભ્ય વિક્રમ માડમ, વિપક્ષ નેતા અલ્તાફ ખફી સહિતના આગેવાનો રહ્યા ઉપસ્થિત રહ્યાં હતાં.
હાર્દિક પટેલ 12 વાગ્યાની આસપાસ દ્વારકાધીશના દર્શન કરશે. દ્વારકાથી નીકળ્યા બાદ રસ્તામાં અનેક જગ્યાએ સ્વાગત કાર્યક્રમ યોજાશે અને ત્યારબાદ જામનગર સાડા ચાર વાગ્યાની આસપાસ પહોંચશે. ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસના આગેવાનો તથા પત્રકાર મિત્રોને પણ મળશે.