ST કર્મચારીઓએ જણાવ્યા પ્રમાણે પડતર પ્રશ્નો તેમજ સાતમા પગાર પંચ તેમજ કર્મચારીઓને સરકારના ધારાધોરણ મુજબ તમામ નાણાંકીય લાભોનો આજ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.
જામનગર ST કર્મચારીઓ હડતાલ પર, અનેક મુસાફરો અટવાયા
જામનગર: શહેરમાં ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ ST નિગમના કર્મચારીઓ માટે પડતર પ્રશ્નોના નિરાકરણ માટે હડતાલ પર ઉતર્યા છે. ગુજરાત ST કર્મચારીઓની સાથે સમગ્ર ST કર્મચારીઓ દ્વારા ગુરૂવારથી હડતાલ પર ઉતર્યા છે.
જેને લઈને ST કર્મીઓમાં રોષની લાગણી જોવા મળી છે. જેના ભાગરૂપે યુનિયનના હોદ્દેદારો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આજથી સમગ્ર હાલારના STના કર્મચારીઓએ હડતાલ પર ઉતરી જવાનો નિર્ણય કર્યો છે.
જામનગરમાં 1300 જેટલા ST કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા અનેક મુસાફરો અટવાયા છે.
તો ખાનગી વાહન ચાલકો ઉઘાડી લૂંટ ચલાવી રહ્યાં છે. ત્યારે ખાસ કરીને જામનગરમાં 270 જેટલા બસના પૈડા થંભી ગયા છે. રાજ્ય સરકાર તાત્કાલિક ST કર્મચારીઓની વિવિધ માગણીઓનો સ્વીકાર કરવામાં આવે. ST કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ મળે અને વિવિધ પડતર પ્રશ્નોનું નિરાકરણ કરવામાં આવે તે જરૂરી છે.