ગુજરાત

gujarat

By

Published : Jul 24, 2019, 12:53 PM IST

ETV Bharat / state

સિક્કામાં સતત બીજા દિવસે પણ ઘર્ષણ યથાવત, અધિકારીઓ અને મહિલા કોન્સ્ટેબલ પર હુમલો

જામનગરઃ જામનગરના સિક્કામાં સતત બીજા દિવસે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા. GSFC કંપનીની દાદાગીરી સામે ગ્રામજનો નમતું જોખવા તૈયાર નથી. ગઈકાલે જ કંપનીએ ગ્રામજનોને 2 દિવસનો સમય આપી વચ્ચેનો રસ્તો કાઢવાની વાત કરી હતી.

સિક્કામાં સતત બીજા દિવસે ઘર્ષણના દ્રશ્યો,પ્રાંત અધિકારી,મહિલા કોન્સ્ટેબલ પર હુમલો...

આ અંગે ગ્રામજનોએ પોતાની શરતો પણ મુકી હતી. જો કે ગુજરાત સરકારની કંપની હોવાથી વર્ષોથી રહેતા લોકોને બેઘર કરવા માટે બળપ્રયોગ કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો. ગઈકાલે થયેલી અથડામણમાં પ્રાંત અધિકારી અને એક મહિલા કોન્સ્ટેબલને ઈજા પહોંચી હતી. પોલીસે ટોળા પર લાઠી ચાર્જ કર્યો હોવાના પણ દૃશ્યો સામે આવ્યા હતા.

સિક્કામાં સતત બીજા દિવસે ઘર્ષણના દ્રશ્યો,પ્રાંત અધિકારી,મહિલા કોન્સ્ટેબલ પર હુમલો...

આથી 50 જેટલા ગ્રામજનોની અટકાયત કરવામાં આવી હતી. અહીં મહત્વનું એ છે કે, છેલ્લા 2 દિવસથી સિક્કા ગામ પોલીસ છાવણીમાં ફેરવાય ગયુ છે. કંપની દ્વારા દિવાલ બનાવવા બાબતે ગ્રામજનોએ વિરોધ કર્યો હતો. પોલીસના લાઠીચાર્જમાં અનેક મહિલાઓ અને યુવકો ઘવાયા હતા.

કંપની દ્વારા જે દિવાલ બનાવવામાં આવી રહી છે તેનો ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે. આ દિવાલ બનાવાથી ગામમાં ચોમાસાના પાણી ફરી વળશે અને તે પાણી લોકોના ઘરમાં પણ ફરી વળશે. સિક્કા ગામમાં 45 હજાર જેટલા લોકો વસવાટ કરે છે, તો GSFC કંપની પોતાની જીદ પર અડગ હોવાને કારણે, ગ્રામજનો કોઈ પણ ભોગે આ દિવાલ નહીં બનાવા દેવાના મૂડમાં છે.

ABOUT THE AUTHOR

...view details