જામનગરઃ 13 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું પરીક્ષણ થતા તમામના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે. તો નવા 28 નવા સહિત 32 દર્દીઓના નમૂના પરીક્ષણ માટે લેબોરેટરીમાં આવ્યા છે. તેના પરીક્ષણની કામગીરી ચાલી રહી છે અને સાંજે તેના રિપોર્ટ મળશે. કોરોના વાઈરસ દુનિયામાં કાળો કેર વર્તાવી રહ્યો છે. જો કે, સદ્દનસીબે હાલારમાં તેની અસર જોવા મળી નથી.
જામનગરની જી.જી. હોસ્પિટલની લેબોરેટરીમાં 13 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા હતાં. જેમાં મોરબીના 7, જામનગરના 2, પોરબંદરના 2 અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 સેમ્પલનો સમાવેશ થાય છે. આ તમામનો રિપોર્ટ નેગેટિવ આવ્યાં હતા.
જામનગરમાં 13 શંકાસ્પદ દર્દીના રીપોર્ટ નેગેટીવ, 32 રીપોર્ટ પેન્ડિંગ
જામનગરની સરકારી હોસ્પિટલની લેબોરેટરીમાં કોરોનાના 13 શંકાસ્પદ દર્દીઓના સેમ્પલનું પરીક્ષણ થતા તમામના રિપોર્ટ નેગેટિવ મળ્યા છે.
Etv bharat
આ દરમિયાન વધુ 32 સેમ્પલ પરીક્ષણ માટે આવ્યા હતાં. જેમાં જામનગર 12, પોરબંદરના 3, ખંભાળીયાનું 1, મોરબીના 2 અને વેરાવળના 14 સેમ્પલનો સમાવેશ થાય છે. જેનો રિપોર્ટ સાંજે મળશે. કુલ 32 સેમ્પોમાંથી પોરબંદરના બે અને વેરાવળના બે સેમ્પલોના રિપોર્ટ મળ્યાં છે.