ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગર મહાનગરપાલિકામાં મુલાકાતીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ

આજથી જિલ્લાની મહાનગરપાલિકામાં લોકો માટે પ્રવેશબંધી કરવામાં આવી છે. કોરોનાની મહામારી બેકાબૂ બનીને વકરી રહી છે. જેના પગલે અવરજવર બંધ કરવાનો કોર્પોરેશને નિર્ણય લીધો છે.

મહાનગરપાલિકામાં મુલાકાતીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ
મહાનગરપાલિકામાં મુલાકાતીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ

By

Published : Jul 2, 2020, 8:48 PM IST

જામનગર : જિલ્લાની મહાનગરપાલિકા કચેરી હાલમાં કોરોના વાઇરસના વધતા જતા વ્યાપને પગલે લોકો માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ તકે જે લોકોને જરૂરી કામ હોય તેઓએ રજીસ્ટ્રેશન કરાવી અધિકારીનો સંપર્ક કરી અને મહાનગરપાલિકામાં પ્રવેશ મેળવવો તેવા બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે.

મહાનગરપાલિકામાં મુલાકાતીઓ માટે પ્રવેશ પર પ્રતિબંધ

મહાનગરપાલિકામાં લોકલ જનતા માટે પ્રવેશ બંધી :

  • મ્યુનિસિપલ કમિશનરે મહત્વનો નિર્ણય લેતા લોકલ જનતા માટે મહાનગરપાલિકામાં પ્રવેશ બંધ
  • કોરોના સંક્રમણને લઇ કોર્પોરેશને લીધો નિર્ણય
  • અગત્યની કામગીરી હોય તો મુલાકાતીઓને કોર્પોરેશનના અધિકારીઓની પરમિશન સાથે પ્રવેશ મેળવવો
  • અન્ય રજુઆતો ટપાલ દ્વારા, પત્ર સ્વરૂપે રજીસ્ટ્રી બ્રાંચમાં મોકલવા જણાવ્યું

હાલના સમયમા વધતા કોરોનાના સંક્રમણ લઈને મહાનગરપાલિકા બંધ રાખવાનો નિર્ણય લીધો છે. જેના પગલે જનતાને મહાનગરપાલિકાની કચેરી માટેની ખુબ અગત્યની કામગીરી હોય તો મુલાકાતીઓએ માત્ર મ્યુનિસિપલ કમિશ્નર, ડેપ્યુટી કમિશ્નર, સિટી ઇજનેર, સોલિડ વેસ્ટ શાખાના કંટ્રોલીંગ અધિકારી, મેડિકલ ઓફિસર (હેલ્થ વિભાગ) અને આસિસ્ટન્ટ કમિશ્નર (વહીવટ વિભાગ) જેઓના ટેલીફોન મારફતે સંપર્ક કરી મંજુરી માંગ્યા બાદ તેઓને કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે. જ્યારે અન્ય રજૂઆતો ટપાલ દ્વારા પત્ર સ્વરૂપે રજીસ્ટ્રી બ્રાંચમાં મોકલી આપવા મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details