ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં કોંગ્રેસનો જોરશોરથી ચૂંટણી પ્રચાર, પરંતુ મુખ્ય મહેમાન મોઢવાડિયા રહ્યા ગેરહાજર

દ્વારકા જીલ્લામા કોંગ્રેસની સભાનો દોર પૂરજોશમા ચાલુ છે. ત્યારે આજે દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વિશાળ જનસભાને સંબોધી હતા. જો કે, કોગ્રેસની આ સભામાં મુખ્ય મહેમાન અર્જુનભાઈ મોઢવાડિયા ગેરહાજર રહ્યા હતા.

સ્પોટ ફોટો

By

Published : Apr 12, 2019, 1:53 PM IST

જામનગર લોકસભાની ચૂંટણી ચરમસીમા પર પહોંચી છે ત્યારે પ્રચાર અભિયાન કોંગ્રેસ દ્વારા તેજ કરવામા આવ્યો છે ત્યારે આજે ખંભાળીયા ખાતે વિશાળ જનમેદની વચ્ચે આજે સભાનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડ ખંભાળિયાના, ધારાસભ્ય વિક્રમ માડમ સહીતના દિગ્ગજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

જેમાં વિક્રમ માડમ તેમજ તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા મને ધારાસભ્ય તરીકે રદ કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. મારે ગુજરત હાઈકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ સુધી લડત લડવી પડી હતી પરંતુ મને ભારતની ન્યાય પ્રણાલી પર સમ્પૂર્ણ ભરોસો હતો અને તેથી મને યોગ્ય ન્યાય મળ્યો હતો. હું સાચો હતો એટલે મારી જીત થઇ હતી.

જામનગર અને દેવભૂમિ દ્વારકામાં લોક્સભા ચુંટણીમાં જીતવા માટે લોકસભા ગજાવતા કોંગ્રેસના નેતાઓ

ખંભાળિયા ભાણવડના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ વિકેમભાઈ માડમે જણાવ્યું કે, હું જયારે સાંસદની ચુંટણી હારી ગયો ત્યારે ભાજપે લોકોને રૂ આપીને લલચાવ્યા હતા,પણ તેનાથી નુકસાન લોકોને થયું છે, માટે આ વખતે મુળુભાઈ આવી ભૂલ કરતા નહિ,અને મુળુભાઈ કન્ડોરીયાને વિજય બનવાજો.

આજે ખંભાળિયા ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન તેમજ જાહેરસભા પ્રસંગે જીલ્લા કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જામનગર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર મૂરૂભાઇ કંડોરીયાને ભારે બહુમતીથી વિજયી બનાવવા અપીલ કરાઈ હતી. તો આ તકે આગેવાનોએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને ખેડુતોને થયેલ પાકવીમા સહીતની બાબતે થયેલ અન્યાય અને અનેક પડ્તર પ્રશ્ને સરકાર પર આગેવાનોએ આકરા પ્રહાર કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details