જામજોધપુર તાલુકાના નરમાણા-વાંસજાળિયા, રબારીકા તેમજ પરડવા ગામે ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનો યોજાતા હતાં. જેમાં મોટી સંખ્યામાં પ્રમુખો ગામે ગામથી જુથ સમિતીના કાર્યકર્તાઓ પાર્ટીના આગેવાનો તેમજ શેઠવડાળા, સમાણા, બુટાવદર, મોટી ગોપ નંદાણા, ઘેલડા, ઘુનડા, મોટાવડિયા, વસંતપુર, સોનવડિયા, બાલવા, જામવાડી, સતાપર, પાટણ, અમરાપર સહિત વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
જામજોધપુરમાં 'વિજય વિશ્વાસ સંમેલન'નું આયોજન, પૂનમ માડમ રહ્યા હાજર
જામજોધપુર: જામનગર-દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેનના સતત પ્રવાસમાં ગામડે ગામડે એક જ સૂર છે કે કહો દિલસે મોદીજી ફિરસે. છેલ્લા પાંચ વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા હાલારમાં અનેક જરૂરી વિકાસ કામો થાય છે. તે માટે પૂનમબેનની સફળ જહેમતનો હકારાત્મક પડઘો છે.
આ સાથે જ ભાજપના કાર્યકર્તાઓમાં એક અનોખો જુસ્સો વિજયનો ઉભો થયો હતો. આ જુસ્સાની મહેર પૂનમબેનની જીતમાં પલટાશે, ત્યારે આ સંમેલનમાં પ્રધાન ચિમનભાઇ સાપરિયા, પૂર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા જિલ્લા ભાજપ મહાપ્રધાન ચેતનભાઇ કડિવાર, શહેર ભાજપ પ્રમુખ ખુશાલભાઇ જાવિયા, તાલુકા ભાજપ પ્રમુખ, મુકેશભાઇ તાલુકા પંચાયત, પ્રમુખ ધાનાભાઇ બેરા, માર્કેટીંગ યાર્ડના ચેરમેન દેવાભાઇ પરમાર, જિલ્લા પંચાયતના સદસ્ય જેઠાભાઇ મોરી સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. આ તકે પૂર્વ પ્રધાન ચિમનભાઇ સાપરિયા દ્વારા આ થયેલ વિકાસના કામોનો સિદ્ધીઓ વર્ણવી હતી.
આ પ્રસંગે પૂનમબેન માડમે હતું કે, ત્રણ રાષ્ટ્રિય ધોરી માર્ગ થોડા જ દિવસોમાં આપણા સંસદીય મત વિસ્તારમાંથી નિકળવાના છે, ત્યારે જામજોધપુર, ભાણવડ અને જોડાયા જે છેવાડાનો વિસ્તાર છે તેમને દેશના મુખ્ય પ્રવાહમાં જોડવાનો છે.