તંત્રની ઢીલીનીતિના કારણે કાલાવડ-જૂનાગઢ હાઇવે પર આવેલો પૂલ થયો જમીનદોસ્ત - jmr
જામનગર: કાલાવડ -જૂનાગઢ હાઇવે પર પુલ ધરાશાયી થયો છે. સાતુદડ ગામ નજીક આવેલો પુલ ધરાશાયી થતા ભારે અફડાતફડી સર્જાઈ હતી. હાઇવે પરનો પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ્પ થયો હતો. જૉ કે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
તંત્રના ઠીલીનીતીના કારણે કાલાવડ જૂનાગઢ હાઇવે પર પૂલ ધરાશાયી
સાતુદડ ગામે પાસે આવેલ પુલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો. જો કે સ્થાનિકોએ પુલનું સમારકામ માટે રજૂઆત કરી હતી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા નથી.
જામનગર પંથકમાં હજુ તો ચોમાસાની શરૂઆત થઇ છે ત્યાં જ પુલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. જોકે પુલ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો હતો અને વાહનચાલકો પરેશાન થયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
Last Updated : Jun 23, 2019, 10:43 AM IST