વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપે બમ્પર જીત મેળવી છે. ગુજરાતની તમામ બેઠકો પર કમળ ખિલ્યુ છે. ગુજરાતની નરેન્દ્ર મોદીને અપાયેલી આ ગીફ્ટના બદલામા મંત્ર સ્વરુપે રીર્ટન ગીફ્ટ મળી શકે છે. આજે નરેન્દ્ર મોદીની સંસદીય દળના નેતા તરીકે પસંદગી થવાની છે. ત્યારપછી મંત્રીમંડળની રચના થશે.
જામનગરના સાંસદ પૂનમ માડમને મોદી સરકારના મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા
જામનગરઃ ચૂંટણી પરિણામ આવ્યા પછી હવે મંત્રીમંડળમાં કોને સ્થાન મળશે તેવી ચર્ચાઓએ જોર પક્ડયુ છે. મંત્રીમડળમાં સ્થાન મળી શકે તેવા નામોમાં જામનગરના સાંસંદ પૂનમબેન માડમનું નામ હોટ ફેવરીટ છે.
NDA 2 માં જામનગરના પૂનમ માડમને મંત્રમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા
આ મંત્રીમંડળમાં જામનગર બેઠક પરથી 2 લાખ કરતા વધારે મતોની લીડથી જીત મેળવનાર પૂનમબેન માડમનું નામ આગળ ચાલી રહ્યુ છે. ત્વરીત સમસ્યાનો નિકાલ અને વિકાસલક્ષી અભિગમના કારણે તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવા આસાર જણાઈ રહ્યા છે. તેમજ ગુજરાતની મહિલાઓને જગ્યા મળે તેવી ચર્ચાઓ હોવાથી પૂનમ માડમના માથે કળશ ધોળવામાં આવે તેવા ચર્ચા ચાલી રહી છે.