આ જથ્થો બીલ કે આધાર-પુરાવા વિનાનો હોવાનું પોલીસને બાતમી મળી હતી. બ્રાસપાર્ટ જથ્થાની કીંમત રૂપિયા 7,24,400નો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે મુદામાલ કબજે કરી સીઆરપીસી કલમ 102 મુજબ શંકાસ્પદ મિલ્કત તરીકે કાર્યવાહી હાથ ધરી છે.
7.24 લાખનો બિલ વિનાનો બ્રાસપાર્ટનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો - Gujarati news
જામનગરઃ જિલ્લાના ખંભાળિયા હાઇવે પર આવેલા પતાળીયા ગામના પાટીયા પાસેથી આઇસર ટેમ્પોને SOGના કાફલાએ ચેક કરતા તેમાંથી બ્રાસપાર્ટનો જથ્થો મળી આવ્યો હતો.
સ્પોટ ફોટો
ટેમ્પો ચાલકનું નામ મીતેશ દિલીપભાઇ ગોસ્વામી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે ચાલક સામે કલમ 41 (1) ડી લગાવી અટકાયત કરી છે. આ કાર્યવાહીમાં SOG પોલીસના એએસઆઇ સુખદેવસિંહ જાડેજા, હે.કો. જ્ઞાનદેવસિંહ જાડેજા, ઘનશ્યામભાઇ દેલવાડીયા તથા પો.કો. મયુદિનભાઇ સૈયદ સહિતનાએ કરી હતી.