હવે મહાનગરપાલિકાએ નવી બનતી સોસાયટીમાં ફરજિયાત વૃક્ષો વાવવામાં આવે તેવો નિયમ બનાવ્યો છે. 200 મીટરના અંતરે ત્રણ વૃક્ષ વાવવા તેવો મહાનગરપાલિકાએ નિયમ બનાવ્યો છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે ગરમીનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધતું જાય છે. જામનગરમાં મોટાભાગની સોસાયટીમાં વૃક્ષોના નામે મીંડુ જોવા મળી રહ્યું છે.
તંત્ર દ્વારા સિટીમાં વૃક્ષો વાવવાની કવાયત, 200 મીટરના અંતરે 3 વૃક્ષ વાવવાનો બનાવ્યો નિયમ - Gujarati News
જામનગરઃ મહાનગરપાલિકા દ્વારા વૃક્ષો વાવવાની કવાયત હાથ ધરાઈ છે. મહત્વનું છે કે, જામનગર સીટીમાં દિવસે-દિવસે વૃક્ષોની સખ્યાં ઘટતી જાય છે. જો કે જામનગરમાં દિવસે-દિવસે સિમેન્ટ કોન્ટ્રીકના જંગલોમાં વધારો થતો જાય છે.
jamnagar
લોકો જામનગર શહેરમાં વધુમાં વધુ વૃક્ષો આવે તેવા ઉદેશથી મહાનગરપાલિકાના સત્તાધીશોએ નવો નિયમ બનાવ્યો છે. પણ આ નિયમ માત્ર કાગળ પર ન રહી જાય તેવું જોવાનું રહ્યું છે. હવે ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે વિવિધ સંસ્થાઓ તેમજ રાજ્ય સરકાર દ્વારા વૃક્ષો વાવવાનું કામગીરી હાથ ધરવામાં આવશે. વૃક્ષો વાવવામાં આવ્યા હોય છે તેમાંથી 90 ટકા વૃક્ષો પાણીના તેમજ યોગ્ય સારસંભાળના અભાવે મૃતપાય બને છે.