તસ્વીરકારે લીધેલો ફોટો તેના જીવનકાળના ફોટામાં એક જ વાર લઈ શકે તે એક ક્ષણમાં ઝડપેલી તસ્વીર તે તસ્વીર અને તસ્વીરકારને લોકપ્રિય બનાવી દે છે. આવી અલભ્ય ક્ષણમાં ઝડપવામાં આવેલી 160 તસ્વીરો વિના મૂલ્યે ફોટોપ્રદર્શનીમાં નિહાળવાનો અવસર શહેરીજનોને આજથી 3 દિવસ માટે પ્રાપ્ત થશે. જામનગરના ફોટોગ્રાફી ક્લબ ઓફ જામનગર દ્વારા ફોટોગ્રાફિયા–2019 તસ્વીર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં ત્રિદિવસીય ફોટોગ્રાફિયા પ્રદર્શન શરૂ
જામનગરઃ શહેરમાં ત્રિદીવસિય ફોટોગ્રાફિયા પ્રદર્શનનો પ્રારંભ કારવામાં આવ્યો હતો, શહેરના 32 જેટલા તસ્વીરકારોની 160 તસ્વીરો નિહાળવાનો જામનગરની કલાપ્રેમી જનતાને લહાવો મળ્યો છે.
જામનગરમાં ત્રિદિવસીય ફોટોગ્રાફિયા પ્રદર્શન યોજાયું
જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે યોજાનાર ફોટો પ્રદર્શનીમાં શહેરીજીવન, પોટ્રેટ, વન્યજીવન, લેન્ડ સ્કેપ, ક્રિએટીવ અને ટેબલટોપ વગેરે અનેક વિષય પર 8 થી 65 વર્ષ સુધીના વ્યાવસાયિક અને બિન વ્યવસ્યિક 32 તસ્વીરકારોની 160થી વધુ તસ્વીરો પ્રદર્શનીમાં મૂકવામાં આવી છે. જેમાં સાસણ, અમદાવાદ, પાટણ, દ્વારકા, કચ્છનું રણ, અને પાલિતાણા સ્થળોની તસ્વીરોનો સમાવેશ કરવામાં આવ્યો છે.