માહિતી પ્રમાણે, જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પણ આવેલા મેઘપર ગામના પાટિયા પાસે બાળમુકુંદ આઇસ ફેક્ટરી આવેલી છે. આ ફેક્ટરી મોહન સરધારાની માલિકીની છે અને હાલમાં જામનગરના રહેવાસી જુમ્મા ખમીસા ભોકલ ભાડેથી ચલાવે છે. આ આઇસ ફેક્ટરીમાં વીજચોરી થઇ રહી હોવાની બાતમીના આધારે જામનગર રૂરલ વિભાગની PGVCLની ચેકીંગ ટુકડીએ દરોડો પાડ્યો હતો.
જામનગરમાં PGVCLનીટ ટીમે 57 લાખની વીજચોરી પકડી - power
જામનગરઃ ખંભળિયા ધોરીમાર્ગ પર મેઘપર વિસ્તારમાં આવેલી આઇસ ફેક્ટરીમાંથી મંગળવારે PGVCL ની ટુકડીએ મસમોટી વીજચોરી પકડી પાડી હતી. આજે વહેલી સવારથી જ PGVCL ની ટુકડીઓ વીજચેકીંગ કરી રહી હતી. તે દરમિયાન દરોડામાં 57 લાખની વીજચોરી પકડી છે.
જામનગર PGVCL
આ દરોડા દરમિયાન આઇસ ફેક્ટરીના સંચાલકો દ્વારા સીટીવાળા મીટરમાંથી ડાયરેક્ટ વીજ જોડાણ મેળવી લઇ વીજચોરી કરવામાં આવી રહી હતી. તેથી વીજ ચેકીંગની ટુકડીએ આઇસ ફેક્ટરી ચલાવનાર જુમ્મા ખમીસા ભોકલને 57 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.