ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં પાણીયુક્ત પેટ્રોલ આપતા લોકોએ મચાવ્યો હોબાળો

જામનગરમાં પેટ્રોલ સાથે પાણી મિક્સ મળતા લોકોએ હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે હિન્દુસ્તાન પેટ્રોલિયમના મેનેજર ફરિયાદ કરી હતી જોકે બાદમાં અહીં લોકોના ટોળા ઉમટયા હતા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપમાંથી પેટ્રોલ સાથે પાણી મિક્સ થતું હોવાની વાત બહાર આવી હતી.

jamnagar
jamnagar

By

Published : Feb 6, 2021, 3:31 PM IST

  • જામનગરમાં પેટ્રોલની સાથે પાણી મળી રહ્યું છે
  • ભેળસેળીયા પેટ્રોલને કારણે ગ્રાહકોમાં રોષ
  • બે દિવસથી મિક્સ આવતું હતું પાણી પેટ્રોલ

જામનગર: મહાપ્રભુજીની બેઠક પાસે આવેલા હિન્દુસ્તાન પેટ્રોલિયમના પેટ્રોલ પંપમાંથી પેટ્રોલ પૂરાવતી વખતે પેટ્રોલ અને પાણી મિક્સ થતું હોવાનું બહાર આવ્યું હતું. ગ્રાહકે હિન્દુસ્તાન પેટ્રોલિયમના મેનેજર ફરિયાદ કરી હતી. જોકે, બાદમાં અહીં લોકોના ટોળા ઉમટ્યા હતા. હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપમાંથી પેટ્રોલ સાથે પાણી મિક્સ થતું હોવાની વિગતો સામે આવી છે.

જામનગરમાં પેટ્રોલ પંપમાં પેટ્રોલ સાથે પાણી મિક્સ મળતા લોકોએ હોબાળો મચાવ્યો

પેટ્રોલ પૂરાવ્યા બાદ બાઇક બંધ થઈ જતા ઉભી થઈ શંકા

શુક્રવાર સાંજે હિન્દુસ્તાન પેટ્રોલિયમ પંપ ખાતે અબ્બાસ કાદરી નામના શખ્સે પેટ્રોલ પૂરાવ્યું હતું. જે બાદ તેમની બાઈક ચાલુ ન થતા ગેરેજ ગયા હતા. જોકે, ગેરેજના કારીગરે પેટ્રોલમાં પાણી મિક્સ થયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં કાદરીભાઈ હિન્દુસ્તાન પેટ્રોલિયમના મેનેજરને ફરિયાદ કરી હતી.

જામનગરમાં પેટ્રોલ પંપમાં પેટ્રોલ સાથે પાણી મિક્સ મળતા લોકોએ હોબાળો મચાવ્યો

ગ્રાહક સુરક્ષામાં પણ કરવામાં આવી ફરિયાદ

હિન્દુસ્તાન પેટ્રોલિયમના મેનેજરે જણાવ્યું હતું કે, વચલી ટાંકીમાં પાણી આવ્યું હતું અને પાણીના કારણે પાણી અને પેટ્રોલ મિક્સ થયું હતું, જે કારણે આ પ્રશ્ન ઉભો થયો હતો. તેની જાણ ઉપર કરી છે અને કોઈ ટેક્નિકલ ખામી સર્જાઈ હોવાથી પાણી અને પેટ્રોલ મિક્સ થયું હતું.

ABOUT THE AUTHOR

...view details