જામનગર: ઓડિટોરિયમ ખાતે જામનગરના ડોક્ટરોને covid-19 નોવેલ કરોના વાઈરસના રોગ વિશેની જાણકારી, સાવચેતીના પગલાં અને સંભવત આ પરિસ્થિતિ સમયે જી.જી.હોસ્પિટલ સાથે સંકલિત રહી કામગીરી કરવા માટે બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં ડો.મહેતા દ્વારા નોવેલ કોરોના વાઇરસ વિશેની સંપૂર્ણ સમજ આપવામાં આવી હતી, જ્યારે ડૉ. ચેટરજી દ્વારા રોગથી બચવાના પગલાં વિશેની તેમજ હાલની પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા હતા. સાથે જ ડિકન્ટેમીનેશન પ્રોસિજર વિશેની સમજ પણ આપવામાં આવી હતી.
અહીં ડૉ. રાધિકા અને ડ઼઼ૉ. અભિષેક દ્વારા હેન્ડ હાઇજીનની સાચી રીતને પ્રત્યક્ષ કરી પદ્ધતિ શીખવાડવામાં આવી હતી. તેમજ નોવેલ કોરોના વાઇરસની પરિસ્થિતિ ઉત્પન્ન થાય, ત્યારે પી.પી.ઇ એટલે કે, પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટ કઈ રીતે ધારણ કરવા અને તેનો નિકાલ કરવા વિશેની રીત પણ પ્રત્યક્ષ શીખવવામાં આવી હતી.
જામનગરઃ ડૉક્ટરો સાથે covid-19 અંગે તંત્ર દ્વારા બેઠક યોજાઇ આ તકે કલેકટર દ્વારા covid-19 અંગે જામનગર ખાતે કરવામાં આવેલી તૈયારીઓ વિશેની માહિતી આપવામાં આવી હતી. જેમાં આઇસોલેશન અને ક્વોરાન્ટાઇન વિશેની સુવિધાઓ જી.જી.હોસ્પિટલ અને આર્મીની હોસ્પિટલમાં આઇસોલેશન અને ક્વોરન્ટાઇન, નેવી તેમજ એરફોર્સ ખાતે ક્વોરન્ટાઇનની સુવિધા તેમજ હાપા રેલવે સ્ટેશનની રેલ્વે હોસ્પિટલમાં, બેડી તેમજ સિક્કા ખાતે હોસ્પિટલમાં આઇસોલેશનની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું, સાથે જ ડૉક્ટરોને સોડિયમ હાઇપોક્લોરાઇડ દ્વારા ડિકન્ટેમીનેશન કરવાની ભલામણ કરાઈ હતી. તેમજ જો કોઈ શંકાસ્પદ કેસ અનુભવાય તો તંત્ર દ્વારા જાહેર કરેલ મેડિકલ માર્ગદર્શન માટેના નંબરોમાંથી કોઈપણ નંબર પર વાત કરી આ વિશેનું માર્ગદર્શન મેળવવા માટે જણાવ્યું હતું. આ બેઠક બાદ પ્રશ્નોત્તરી પણ યોજવામાં આવી હતી.