ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં રમઝાન ઈદ પર હથિયારબંધી ફરમાવતુ જાહેરનામું

જામનગર: આગામી દિવસોમાં રમજાન ઈદ જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે અને કોઇ અનિચ્છનિય બનાવ ન બને તેની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાજેન્દ્ર સરવૈયા દ્વારા જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવી છે.

file

By

Published : May 13, 2019, 4:12 PM IST

આગામી દિવસોમાં રમજાન ઈદ જેવા તહેવારોમાં કાયદો અને વ્યવસ્થાની તકેદારી રાખવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયા દ્વારા તેમને મળેલ સત્તાની રૂએ 9મી જુલાઇના દિવસે 24 કલાક સુધી જામનગર જિલ્લામાં હથિયારબંધી ફરમાવી છે.

જાહેરનામામાં જણાવાયું છે કે, આ સમય દરમિયાન શસ્‍ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી અથવા શારીરિક ઇજા પહોંચાડી શકે તેમજ કોઇપણ ક્ષયકારી અથવા સ્‍ફોટક દારૂગોળા વગેરે પદાર્થો લઇ જવા નહી. આ સાથે પથ્‍થરો અથવા ફેંકી શકાય તેવી બીજી વસ્‍તુઓ કે ધકેલવાના યંત્રો સાથે લઇ જવા નહિ. મનુષ્‍ય, તેની શબ આકૃતિઓ અથવા પૂતળા દેખાડવા કે બાળવા નહી. અપમાનો કરવાના અથવા જાહેર કરવાના ઇરાદાથી જાહેરમાં બિભત્‍સ સુત્રો પોકારવા નહી, તેમજ ગીતો ગાવા અને ટોળામાં ફરકવું નહી. પરવાનેદાર હથિયાર ધારકોએ હથિયાર સાથે શોપિંગ મોલ કે સિનેમા હોલમાં તથા એમ. પી. શાહ મ્યુનિસિપલ ટાઉનહોલમાં પ્રવેશવું નહી.

આ જાહેરનામું ફરજ પરના અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડઝ, ગ્રામ રક્ષક દળના સભ્યો કે જેમને ફરજ નિમિતે હથિયાર રાખવાની આવશ્યકતા હોય તેને તેમજ સરકારી અધિકારી/કર્મચારી હથિયાર ધરાવતા હોય, જેમને શારીરિક અશક્તિને કારણે લાઠી રાખવાની પરવાનગી આપેલ હોય, પોલીસ સબ ઇન્સપેકટરશ્રીથી ઉતરતા દરજ્જાના ન હોય તેવા પોલીસ અધિકારીઓને, પોતાના લગ્ન પ્રસંગે તલવાર રાખેલ વરરાજાને, યજ્ઞોપવિત અપાતું હોય, કાયદેસરની પરવાનગી મેળવેલ વ્યક્તિને, કિરપાણ રાખેલ શીખને આ લાગુ પડશે નહી. આ જાહેરનામાના ભંગ કે ઉલ્લંઘન કરવા બદલ ઓછામાં ઓછા 4 મહિનાની અને વધુમાં વધુ એક વર્ષની કેદની સજા થશે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ-135 (1) મુજબ દંડની સજા થશે. તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી રાજેન્દ્ર સરવૈયાની યાદીમાં જણાવાયું છે.

ABOUT THE AUTHOR

...view details