ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં નગરસીમ વિસ્તારમાં વિકાસના નામે મીંડું, મહિલાઓએ યોજ્યા ધરણા

જામનગરઃ જિલ્લામાં નગરસીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી પ્રાથમિક સુવિધાઓ JMC દ્વારા આપવામાં ન આવતા આજે બપોરના સમયે 50 જેટલી મહિલાઓએ કમિશ્નર ઓફીસ બહાર ધરણા યોજ્યા હતા. તમામ સુવિધા તાત્કાલિક ધોરણે પૂરી પાડવાની માંગ કરવામાં આવી હતી.

By

Published : Jun 25, 2019, 11:35 PM IST

જામનગરમાં નગરસીમ વિસ્તારમાં વિકાસના નામે મીંડું,મહિલાઓએ યોજ્યા ધરણા...

આજ દિવસ સુધી વોર્ડ નં. 12ના નગરસીમ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા પૂરી પાડવામાં આવી નથી. જો હવે ટૂંક સમયમાં આ રજૂઆતો ધ્યાને લેવામાં નહિ આવે તો શાસક પક્ષના સભ્યોની જેમ અમારે પણ ધોકો ઉપાડવાની ફરજ પડશે તેવી તેમણે ચીમકી પણ ઉચ્ચારી હતી.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આક્રમક કાર્યક્રમ કરી વિરોધ કરવામાં આવશે. કોર્પોરેટર જેનબ ખફીએ નગરસીમ વિસ્તારમાં વિવિધ વિકાસ કાર્યો કરવામાં આવે તે માટે અલગથી ગ્રાન્ટ ફાળવણીની પણ માંગણી કરી હતી.

જામનગરમાં નગરસીમ વિસ્તારમાં વિકાસના નામે મીંડું, મહિલાઓએ યોજ્યા ધરણા

મહત્વનું છે કે, છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં ગટર પાણી વીજપુરવઠો સફાઈ વગેરે મુદ્દા પર અવાર નવાર સ્થાનિકોએ રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા આજરોજ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details