ગુજરાત

gujarat

ETV Bharat / state

નવ વર્ષના બાળકે CM રાહત નિધિમાં રૂપિયા 11 હજાર અર્પણ કર્યા, મુખ્યપ્રધાને બાળકને બિરદાવ્યો

જામનગર છોટીકાશી તરીકે પ્રખ્યાત છે. જામનગરમાં કોરોના વાઈરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જામનગરના 9 વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે તેના દસમાં વર્ષમાં પ્રવેશના જન્મદિન નિમિત્તે અનેરી ઉજવણી કરી છે.

જામનગરના નવ વર્ષના બાળકે મુખ્યમંત્રી રાહતનીધિમાં ૧૧,૦૦૦ અર્પણ કર્યા, સીએમએ આ પહેલને બિરદાવી
જામનગરના નવ વર્ષના બાળકે મુખ્યમંત્રી રાહતનીધિમાં ૧૧,૦૦૦ અર્પણ કર્યા, સીએમએ આ પહેલને બિરદાવી

By

Published : Apr 28, 2020, 8:22 PM IST

જામનગરઃ જામનગર છોટીકાશી તરીકે પ્રખ્યાત છે. જામનગરમાં કોરોના વાઈરસ સામેની લડતમાં અનેક લોકો પોતાનું યોગદાન આપી રહ્યા છે. જામનગરના 9 વર્ષના બાળક શ્લોક મિહિરભાઈ શાહે તેના દસમાં વર્ષમાં પ્રવેશના જન્મદિન નિમિત્તે અનેરી ઉજવણી કરી છે.

જામનગરના નવ વર્ષના બાળકે મુખ્યમંત્રી રાહતનીધિમાં ૧૧,૦૦૦ અર્પણ કર્યા, સીએમએ આ પહેલને બિરદાવી

રાજ્ય પ્રધાનને અનુદાનનો ચેક અર્પણ કરતાં સમયે અનન્ય ઉત્સાહ સાથે શ્લોકે કહ્યું કે, જન્મદિવસ ઉજવવાના બદલે આ રૂપિયા દ્વારા હું દેશ સેવા માટે અર્પણ કરું છું. મારા જન્મદિવસની ઉજવણીના આ રૂપિયા 11 હજાર હું મુખ્યપ્રધાન રાહત નિધિમાં આપીને કોરોના વાઇરસની લડતમાં મારું યોગદાન આપી રહ્યો છું. માત્ર 9 વર્ષની ઉંમરે આવી પરિપકવતા સાથે દેશદાઝ ધરાવતા આ બાળકની અનેરી ઉજવણી અન્ય બાળકો માટે તો પ્રેરણારૂપ છે. જ પરંતુ અનેક વડીલો માટે પણ આ એક પ્રેરણારૂપ ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. આ નાની ઉંમરે આવા દેશસેવાના વિચારો બદલ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બાળક શ્લોક સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા વાતચીત કરી હતી અને શ્લોકને તેના આ ઉત્કૃષ્ટ પગલા માટે બિરદાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details