અતુલભાઈ આખું વર્ષ ગણેશ મૂર્તિઓ બનાવવાનું કામ કરે છે. એક વર્ષમાં 4 હજાર જેટલી મૂર્તિઓ બનાવે છે. માટીની મૂર્તિઓની બજારમાં ભારે માંગ છે.લોકો પ્રદૂષણ અટકાવવા માટે માટીના ગણેશજી ખરીદી રહ્યા છે.જામનગરમાં આમ તો દર વર્ષે પી.ઓ.પી ગણેશની મૂર્તિઓની લોકો સ્થાપના કરતા હોય છે. પરંતુ પી.ઓ.પી મૂર્તિઓથી પ્રદૂષણ વધે છે. અને જીવજંતુઓ પણ નાશ પામે છે.
જામનગરમાં પ્રદુષણ અટકાવવા માટીના ગણેશની મૂર્તિઓ બનાવતા પ્રકૃતિપ્રેમી
જામનગર : ગણપતિ મહોત્સવ શરૂ થવાને ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગણેશ સ્થાપના કરતા ભક્તો અત્યારથી મન પસંદ મૂર્તિઓ પસંદ કરી અને ખરીદી રહ્યા છે.જામનગરમાં ગુલાબનગરમાં છેલ્લા પાંચ વર્ષથી માટીના ગણેશની મૂર્તિઓ બનાવી વેંચતા અતુલભાઈ પ્રજાપતિને ત્યાં ગણેશ મૂર્તિઓની ભારે માંગ છે.
ETV BHARAT JAMNAGAR
જામનગરમાં મોટા ભાગની ગણેશની મૂર્તિઓનું વિસર્જન દરિયામાં કરવામાં આવે છે. જેનાથી માછલીઓ પ્રદુષણના કારણે મોતને ભેટે છે.જિલ્લા કલેક્ટરે માટીની મૂર્તિઓની સ્થાપના કરવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.