ગુજરાત

gujarat

ETV Bharat / state

આજે છે ડૉક્ટર્સ ડે...જન્મથી લઈ મૃત્યુ સુધી માનવીના જીવન સાથે જોડાયેલ ભગવાનનો અવતાર - Jamnagar

જામનગરઃ કોઇપણ ગંભીર તબીબી સમસ્યામાંથી આપણને ઉગારવા માટે ડોક્ટર હંમેશા તૈયાર રહે છે. સમગ્ર દેશમાં 1 જુલાઇના રોજ 'રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ 1991થી કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી ડો. બિઘાનચંદ્ર રોયની યાદમાં 1 જુલાઇના રોજ રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે તરીકે ઉજવણી કરવામાં આવે છે.

સ્પોટ ફોટો

By

Published : Jul 1, 2019, 3:49 AM IST

પશ્ચિમ બંગાળના બીજા મુખ્યપ્રધાન ડૉ. બિઘાનચંદ્ર રોંયના જન્મ 1 જુલાઇ 1882ના રોજ થયો હતો. કોલકાતામાંથી તબીબી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ડૉ. રોંયે લંડનમાંથી MRCP અને FRCSની ડિગ્રી મેળવી હતી. 1911માં તેઓ ભારત પાછા ફર્યા અને ફિઝીશીયન તરીકે ભારતમાં જ તેમની પ્રેકટીસ શરૂ કરી હતી. ત્યારબાદ તેઓ કોલકાતા મેડિકલ કોલેજ અને ક્રેમ્યેબલ મેડિકલ સ્કૂલમાં જોડાયા હતા.

તેઓ ખૂબ જ જાણીતા ફિઝીશીયન અને શિક્ષણવિદ્ હતા. મહાત્મા ગાંધીની સવિનય કાનૂનભંગની ચળવળમાં જોડાયા. ડૉ. રોય ઇન્ડિયન નેશનલ ર્કોગ્રેસનું નેતાપદ પણ શોભાવ્યુ હતું. ડોક્ટર તરીકે તેમણે દેશના નાગરિકોની નિઃસ્વાર્થ સેવા કરી અભૂતપૂર્વ લોકચાહના મેળવી હતી. 1 જુલાઇ 1962માં ડો. રોયના દુઃખદ નિઘન બાદ તેમને ભારતના સર્વોચ્ચ નાગસ્કિ સન્માન ભારતરત્નથી મરણોત્તર સન્માનિત કરવામાં આત્મા હતા.

આજે છે ડૉક્ટર્સ ડે...જન્મથી લઈ મૃત્યુ સુધી માનવીના જીવન સાથે જોડાયેલ ભગવાનનો અવતાર

ભારતની મહદ અંશની વસ્તી ડોક્ટરની કુશળતા અને જવાબદારી ૫૨ અવલંબિત હોય ત્યારે રાષ્ટ્રીય ડોક્ટર દિવસની ઉજવણીએ ભારતનું મહત્વનું જાગૃતિ અભિયાન છે. વિવિઘતાભર્યા ભારતીય સમાજમાં ડોક્ટરોની ભૂમિકા અગત્યની અને જવાબદારીભરી છે ત્યારે, દર્દીઓનું જીવન બચાવતા આ ઉમદા ત્યવસાય સાથે જોડાઇ ગયેલી કેટલીક બદીયો દૂર કરવા તથા તેની સામે લાલ બત્તી ધરવા આ દિવસની ઉજવણી અનિવાર્ય છે. જરૂરિયાતવાળા દર્દીઓને બિન-જરૂરી શારીરિક પરીક્ષણો કરાવી વધારાનો ખર્ચ અને માનસિક હેરાનગતિ કરાવી તબીબી વ્યવસાય માટે લાંછનરૂપ બનેલા તબીબો સામે કાર્યવાહી કરવાનો પણ આ દિવસ છે.

ડોક્ટર્સનું આપણા જીવનમાં અમૂલ્ય પ્રદાન છે. તેમની નિઃસ્વાર્થસેવાનું ઋણ ચૂકવીએ અને તેમને તેમની સામાજિક જવાબદારીઓનું ભાન કરાવે તે જ આ દિવસની ઉજવણી સાર્થક બનશે. આપણને આપણા જીવનની અમૂલ્ય ક્ષણો સાથે મેળાપ કરાવનાર ડોક્ટર્સને શુભેચ્છા પત્ર, ફૂલો, સપ્તિચિહ્નો વગેરે આપી તેમનો ઋણસ્વીકાર કરવો જોઇએ.

જો વાત કરવામાં આવે જામનગરની તો જામનગરમાં પણ અનેક હોસ્પિટલો અને દવાખાનામાં આવેલા છે પરંતુ, સમગ્ર ગુજરાતની બીજા નંબરની હોસ્પિટલ એટલે કે જામનગરની જી.જી હોસપીટલ આ હોસ્પિટલની અંદર સરકાર દ્વારા દરેક વિભાગના ડોક્ટરોની સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તબીબો રાત-દિવસ જોયા વગર દર્દીઓની સેવા કરે છે. અતિ ગંભીર અકસ્માતના તેમજ ઓપરેશન બાદના દર્દીઓ જામનગરની જી.જી.હોસ્પિટલના હાસ્ય વિભાગમાં સારવાર મેળવે છે. આ ICU વિભાગ છેલ્લા 14 વર્ષથી એનેસ્થેસિયા વિભાગ દ્વારા સંભાળવામાં આવે છે જેમાં એનેસ્ટેસિયા તેમજ મેડિસિન વિભાગના તબીબો રાઉન્ડ ધ ક્લોક દર્દીઓની સારવાર કરે છે. ICUની અંદર ખુબ જ ગંભીર પ્રકારની તકલીફો વધારે દર્દીઓ હોય ડોક્ટરો તેમજ નર્સિંગ સ્ટાફ સતત ખડે પગે રહે છે.

ABOUT THE AUTHOR

...view details