જામનગરઃ નોવેલ કોરાના વાઇરસે ભરડો લીધો છે, ત્યારે નગરજનોના આરોગ્યના રક્ષણ માટે તથા કોરોનાના સંક્રમણ અટકાવવા સમગ્ર જામનગરમાં ચાલતી સેનીટાઇઝેશન કાર્યવાહીનું જામનગરના સાંસદ સભ્ય પૂનમબેન માડમે જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશ્નર સતીષ પટેલ અને ચીફ ફાયર ઓફીસર કે.કે.બિશ્નોઇ સાથે નિરીક્ષણ અને રીવ્યુ કરી નાગરીકો માટેની તંત્રની આ ખાસ ઝૂંબેશને બિરદાવી હતી.
જામનગરમાં સાંસદ પૂનમબેન માડમે સેનીટાઇઝેશનનું કર્યું નિરીક્ષણ
કોરોનાનું સંક્રમણ અટકાવવા સમગ્ર જામનગરમાં સાંસદ પૂનમ માડમે સેનીટાઇઝેશન કાર્યવાહીનું નિરીક્ષણ અને રીવ્યું કરી નાગરીકો માટેની તંત્રની આ ખાસ ઝૂંબેશને બિરદાવી હતી.
જામનગર
બાલાહનુમાનથી હવાઇચોક, ત્યાથી ચાંદીબજાર ,દરબાર ગઢ, સજુબા સ્કુલ, સુપરમારકેટ સહિતના રૂટ ઉપર સાંસદ પૂનમબેન માડમે ઉચ્ચ અધીકારીઓ સાથે આ કામગીરીનુ ઓબઝર્વેશન કર્યુ હતુ અને તંત્રની ઝુંબેશને બીરદાવી હતી.
Last Updated : Apr 2, 2020, 1:07 PM IST