ગુજરાત

gujarat

ETV Bharat / state

ખાદી ખરીદી વોકલ ફોર લોકલનું આહવાન કરતા જામનગરના સાંસદ પૂનમબેન માડમ

આઝાદીકા અમૃત મહોત્સવમાં ગાંધીજીના મૂલ્યોને સાકાર કરવા જીવનનો એક હિસ્સો બનાવવાની પ્રેરણા અને આહવાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વોકલ ફોર લોકલનું ફરી આહવાન કર્યું હતુ. જો કે, કોરોના પીક સમય વખતથી જ વોકલ ફોર લોકલનું વડાપ્રધાનનું આહવાન સમગ્ર રાષ્ટ્રએ હોંશે હોંશે ઝીલ્યુ હતુ.

જામનગર
જામનગર

By

Published : Mar 13, 2021, 6:52 PM IST

  • ખાદી ખરીદી વોકલ ફોર લોકલનું આહવાન કરતા જામનગરના સાંસદ પૂનમબેન માડમ
  • લોકોએ ખાદી પહેરી આત્મનિર્ભર ભારતમાં જોડાય
  • વોકલ ફોર લોકલનું વડાપ્રધાનનું આહવાન સમગ્ર રાષ્ટ્રએ હોંશે હોંશે ઝીલ્યુ

જામનગરઃ આઝાદીકા અમૃત મહોત્સવમાં ગાંધીજીના મૂલ્યોને સાકાર કરવા જીવનનો એક હિસ્સો બનાવવાની પ્રેરણા અને આહવાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી વોકલ ફોર લોકલનું ફરી આહવાન કર્યું હતુ. જો કે, કોરોના પીક સમય વખતથી જ વોકલ ફોર લોકલનું વડાપ્રધાનનું આહવાન સમગ્ર રાષ્ટ્રએ હોંશે હોંશે ઝીલ્યુ છે.

પૂનમબેન માડમએ ખાદી ભંડારમાંથી ખાદીની શાલ તેમજ ડ્રેસ

સાંસદ પૂનમ માડમે ખાદી ભંડારમાંથી ડ્રેસ અને સાલની ખરીદી કરી હતી, ત્યારે સાબરમતી આશ્રમની ઐતિહાસીક ભૂમિ પરથી ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ આહવાન કર્યું હતુ. તે આહવાનને આદર આપવાની સાથે જામનગર લોકસભાના સંસદ સભ્ય પૂનમબેન માડમએ ખાદી ભંડારમાંથી ખાદીની શાલ તેમજ ડ્રેસ સહિતના વસ્રો ખરીદીને સન્માન આપ્યું હતુ. ભારતની પરંપરાને સન્માન આપ્યું ખાદી વણાટ માટે એકાગ્રતાથી જહેમત ઉઠાવનારા ભાઇઓ બહેનોને સન્માન આપ્યું તેમ સદકાર્યને બિરદાવતા સૌ સમર્થકોએ ઉત્સાહ પૂર્વક જણાવ્યું છે સાથે સાથે સાંસદ પૂનમબેને આત્મનિર્ભર ભારત સાર્થક કરવા માટે ખાદી ખરીદી સહિત દરેક લોકલ-સ્થાનિક ઉત્પાદન ઉપયોગમાં લેવા માટે આહવાન કર્યું હતુ.

જામનગર

સ્વદેશી વસ્તુ અપનાવી રાષ્ટ્રને મહાન બનાવોનું કરવામાં આવ્યું અહાવા

ખાદી માત્ર ખરીદી જ નથી રાષ્ટ્ર પ્રત્યેના આદરની અભિવ્યક્તિ છે. કેમ કે ખાદી માત્ર એક વસ્રજ નહી વિચારધારા છે, સ્વદેશી ગૌરવ અને એકાગ્ર શ્રમ તેમજ સાદગી સાથે વિવિધતાનો સુખદ અનુભવ કરાવનારી ખાદી સમય સાથે તેના અનેક શ્રેષ્ઠ સ્વરૂપે લોકભોગ્ય પુરવાર થઇ રહી છે. તેવી ભારતની આગવી ઓળખને જામનગર અને જિલ્લાના સાંસદ પૂનમબેન માડમએ સન્માન પૂરૂ પાડ્યું હતુ.

ABOUT THE AUTHOR

...view details