ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના સડોદર ખાતેથી સૂર્યશક્તિ કિસાન યોજનાનું સાંસદ પૂનમ માડમ દ્વારા લોકાર્પણ

ગુજરાત સરકારની ખેડૂતો માટેની મહત્વની યોજનાનુ જામનગર જિલ્લામાં સંસદ સભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. આ તકે પૂનમબેને જણાવ્યુ હતુ કે, "સુર્યશક્તિ કિસાન યોજના" જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે.

Jamnagar
જામનગર

By

Published : Oct 30, 2020, 10:34 AM IST

  • ખેડૂતોની મહત્વની "સૂર્યશક્તિ કિસાન યોજના"નું પૂનમબેનના હસ્તે લોકાર્પણ
  • આ યોજના જગતના તાત માટે નવી ઉર્જાનો સંચાર કરશે : પૂનમબેન માડમ
  • ખેડૂતો માટે ઐતિહાસિક પ્રગતિ સાથે હરિયાળી ક્રાંતિના દ્વાર ખુલ્યા


જામનગર: ગુજરાત સરકારની, ખેડૂતો માટેની મહત્વપુર્ણ યોજના "સૂર્યશક્તિ કિસાન યોજના" નું જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં, સડોદર ખાતેથી યોજાયેલા ખાસ સમારોહમાં સમાણાના 66 કે.વી. સબસ્ટેશનના મેથાણ ફીડરથી, લોકાર્પણ સંસદસભ્ય પૂનમબેન માડમના વરદ હસ્તે કરવામા આવ્યુ હતું. ગ્રામ્ય વિસ્તાર માટે એક ઉત્સાહના સંચાર સમાન વાતાવરણ બની રહ્યું હતુ. જેમાં કુમારીકાઓએ સાંસદ પૂનમબેનનુ કુમકુમથી તિલક કરી મંગલમય વાતાવરણમાં હોંશભેર સ્વાગત કર્યુ હતુ.

સાંસદે તાતને વીજળી માટે સ્વાવલંબી બનવા બદલ પાઠવ્યા અભિનંદન

આ તકે ખેડુતોને સંબોધન કરતી વેળાએ સાંસદ પૂનમબેને જણાવ્યુ હતુ કે, જગતના તાતને વીજળી માટે સ્વાવલંબી બનવા બદલ હુ અભિનંદન પાઠવુ છુ. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોને સન્માનભેર "આત્મનિર્ભર" બનાવવાની દિશામા કૃષિ બિલ સુધારા, કિસાન સહાય પેકેજ, સાત પગલા ખેડૂત કલ્યાણના, ટેકાના ભાવે ખેત ઉત્પાદન ખરીદી અને એ ઉપરાંત વાવણીથી વેંચાણ સુધીની અનેકવિધ યોજનાઓ અને જગતના તાતને મદદ કરવા માટે લેવાયેલા અનેક પગલાંઓથી ખેડૂતો માટે ઐતિહાસિક પ્રગતિ સાથે હરિયાળી ક્રાંતિના દ્વાર ખુલ્યા છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ધરતીપુત્રોને "આત્મનિર્ભર" બનાવવાની દિશામાં કદમ

સાંસદ સભ્ય પૂનમબેન માડમે વધુમાં જણાવ્યુ હતું કે, ખેડૂતો પરસેવો પાડી અથાગ મહેનત કરી ખેત ઉત્પાદન માટે રાત દિવસ એક કરે છે. તેમાં તેમના પરિવારનો પણ નોંધપાત્ર સહયોગ હોય છે. તેમજ આ રીતે અન્નદાતાઓની જહેમત દ્વારા થતા ખેતઉત્પાદનો આપણા ખેતીપ્રધાન રાષ્ટ્રમાં અર્થતંત્ર માટે તેમજ પ્રગતિ માટે મહત્વનો હિસ્સો ધરાવે છે. તેમ જણાવી વાવણીથી વેંચાણ સુધીની અનેકવિધ યોજનાઓ અમલમાં મુકવા અંગે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો પણ સાંસદ પૂનમબેને આભાર વ્યક્ત કર્યો હતો.

સમારોહમાં ભાજપના નેતા,ગામોના સરપંચો-આગેવાનો રહ્યા ઉપસ્થિત

આ લોકાર્પણ સમારોહમાં જામનગર મહાનગર ભાજપ પ્રમુખ શહસમુખભાઇ હિંડોચા, પુર્વ ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા, વાસ્મોના ડિરેક્ટર અમુભાઈ વૈશ્નાણી, જામજોધપુર તાલુકા ભાજપ પ્રમુખ જે.ટી.ડોડિયા, તાલુકા ભાજપ મહાપ્રધાન માયાભાઈ બડીયાવદરા, તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઈ બેરા, મેથાણના સરપંચ નંદલાલ સિદપરા, તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ જોષી, મોટી ગોપના પુર્વ સરપંચ રાજાભાઇ નંદાણીયા તેમજ આજુબાજુના ગામોના સરપંચો-આગેવાનો ઉપરાંત ખુબ જ બહોળી સંખ્યામા પરિવારજનો સહિત ખેડૂતો તેમજ ગ્રામ્ય ભાઇઓ બહેનો અને વિજ વિભાગોના બંને એકમોના તેમજ પંચાયત રેવન્યુના લગતા અધિકારીઓ ટેકનીકલ ટીમ તેમજ સોલાર પેનલ નિષ્ણાંતો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. તેમજ કાર્યક્રમનુ સંચાલન ભરતભાઇ અમૃતિયાએ કર્યુ હતુ.

ABOUT THE AUTHOR

...view details