ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં LRD મહિલા ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિયુક્તિની કરી માંગ

જામનગરમાં LRD મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. તેમજ તાત્કાલિક નિયુક્તિની માંગ કરી હતી.

Collector
જામનગર

By

Published : Jul 2, 2020, 2:48 PM IST

જામનગર : શહેરમાં LRD મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરમાં આવેદનપત્ર પાઠવી ફરજ પર તૈનાત કરવાની માંગ કરી છે. મહત્વનું છે કે, અગાઉ LRD મહિલા ઉમેદવારોએ ગાંધીનગરમાં ઉપવાસ આંદોલન પણ કરેલા હતા. જોકે, રાજ્ય સરકારે ૩ અઠવાડિયાનો LRD મહિલા ઉમેદવારોને સમય આપ્યો હતો.

  • LRD મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આપ્યું આવેદનપત્ર
  • LRD મહિલાઓએ તાત્કાલિક નિયુક્તિની કરી માંગ
  • નિયુક્તિ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન


દોઢ મહિનો થયો હોવા છતાં પણ LRD ઉમેદવારોની નિયુક્તિ કરવામાં ન આવતા ફરી LRD ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે 150 જેટલી LRD મહિલા ઉમેદવારોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિયુક્તિ કરવાની માંગ કરી હતી.

જામનગરમાં LRD મહિલા ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર આપી તાત્કાલિક નિયુક્તિની કરી માંગ
ETV BHARAT સાથેની વાતચીતમાં મહિલા ઉમેદવારોએ જણાવ્યું કે, તેઓ છેલ્લા ઘણા સમયથી ભરતી પર નિયુક્ત થવા માટેની માગણી કરી રહી છે. છતાં પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પગલા લેવામાં આવતા નથી. ત્યારે ફરીથી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જો આગામી દિવસોમાં LRD ઉમેદવારોની નિયુક્તિ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રાજ્યવ્યાપી ધરણાં અને ઉપવાસ શરૂ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details