જામનગર: એક બાજુ કોરોનાને કારણે દેશમાં લોકડાઉનથી જનતા અને ખેડૂતોમાં પહેલેથી જ ચિંતા અને ભયનો માહોલ છે. એવામાં જામનગરના કાલાવ઼ડ પંથકમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોની મુશ્કલીમાં વધારો થયો છે.
જામનગરના કાલાવડ તાલુકાના ગ્રામ્ય પંથકમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં નિરાશા
એક બાજુ કોરોનાને કારણે દેશમાં લોકડાઉનથી જનતા અને ખેડૂતોમાં પહેલેથી જ ચિંતા અને ભયનો માહોલ છે. એવામાં જામનગરના કાલાવ઼ડ પંથકમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોની મુશ્કલીમાં વધારો થયો છે.
Rain
કાલાવડ તાલુકાના ઉમરાળા, નવાગામ, ભંગડા, માછરડા સહિત ગ્રામીણ વિસ્તારમાં વરસાદના ઝાપટાં પડયા છે. બપોર બાદ કાલાવડ પથકમાં વરસાદી ઝાપટા પડતા ઉનાળુ પાકમાં નુકશાન જવાની ભીતિ છે. આ કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
એક બાજુ કોરોનાને લઈ લોકોમાં ભય અને ચિંતાનો માહોલ છે. બીજી તરફ માવઠાએ ખેડૂતો માટે ફરી એક મુશ્કેલી ઉભી કરી છે. કાલાવડ પંથકમાં વરસાદી ઝાપટાં પડતા ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.