ગુજરાત

gujarat

ETV Bharat / state

નવા શૈક્ષણિક સત્રથી વાલીઓના વાર્ષિક બજેટ પર મોટી અસર - Gujarati News

જામનગરઃ નવા શૈક્ષણિક સત્ર જૂન 2019માં શાળાઓ ખૂલતાં પહેલા વાલીઓના વાર્ષિક બજેટ પર મોટી અસર પડી છે. ઘણી શાળાઓમાં ફીનો બેફામ વધારો કરવામાં આવ્યો છે. ધોરણ-10 અને 12 વિજ્ઞાન પ્રવાહના પાઠ્યપુસ્તકમાં 300 ટકા જેટલો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જ્યારે ધો.1 થી 12ના પાઠ્યપુસ્તકોમાં પણ 80થી 100 ટકા સુધીનો બેફામ વધારો કરી દેવામાં આવતા વાલીઓ પરનો બોજ વધ્યો છે.

ફાઇલ ફોટો

By

Published : Apr 13, 2019, 9:29 PM IST

નવા શૈક્ષણિક સત્રમાં પુસ્તકોમાં વધારાની વાલીઓને મોંઘવારીનો સામનો કરવો પડશે. ધોરણ-12 સાયન્સ અંગ્રેજી માધ્યમ આ પુસ્તકોના ભાવમાં 300 ટકા સુધી વધી ગયા છે. જ્યારે ધોરણ 10 ગુજરાતી અંગ્રેજી માધ્યમમાં ગણિત અને વિજ્ઞાન વિષયના પાઠ્યપુસ્તકોમાં 50 ટકા સુધીનો વધારો થયો છે. ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તમામ ભાવ રજૂ કરવામાં આવ્યા છે. હજી તો આ પુસ્તકો બજારમાં પહોંચ્યા નથી, ત્યાં નવા પુસ્તકોના ભાવ સામે આવ્યા છે.

પ્રતિકાત્મક ફોટો

ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, ગણિત અને વિજ્ઞાનના કુલ ભાવ રૂ. 939 છે, જ્યારે ધોરણ-9ના નવા પુસ્તકો આવ્યા છે તેની કિંમત પણ વધારે છે. જેમાં હાલ ચાલતા પાઠ્યપુસ્તકની કિંમત 112 રુ. છે. તેની નવી કિંમત રૂપિયા 270ની આસપાસ છે. જ્યારે વાણિજ્ય, નામાના મૂળ તત્વોની અત્યારે ચાલતા પુસ્તકની કિંમત રૂપિયા 53 છે, તેની કિંમત વધારીને 143 રુ. ચૂકવવી પડશે.

ABOUT THE AUTHOR

...view details