જામનગર શહેર મહાનગરપાલિકાની જોઈન્ટ એન્ફોર્સમેન્ટની 6 ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ. પ્રતિબંધિત અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધની સાથે દબાણ,ટ્રાફિક,જાહેર શોચક્રીયા સહિતના ન્યુસન્સ ને દૂર કરવા જામ્યુંકો દ્વારા જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે.
જામનગરમાં જોઈન્ટ એન્ફોર્સમેન્ટની ટીમનું ચેકીંગ, જાહેરમાં ગંદકી કરતા ઇસમોને ફટકારાયો દંડ - સિંગલ યુઝ પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ
જામનગર : શહેરમાં મહાનગરપાલિકાની જોઈન્ટ એન્ફોર્સમેન્ટ ટીમ દ્વારા બીજા દિવસે પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને જાહેરમાં શોચક્રીયા, પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ બદલે 80થી વધુ કેસ કરી રૂપિયા 46,000ના દંડની વસુલાત કરાઇ છે.
etv bharat jamnagar
આ ટીમમાં TPO શાખાના 3,એસ્ટેટ શાખાના 3,પોલીસ જવાન 6 અને સોલિડ વેસ્ટના 6 કર્મચારીઓ પ્લાસ્ટિક સેલ મેનેજમેન્ટ વિભાગના 3 અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.ખાસ કરીને જાહેરમાં જ્યાં ત્યાં ગંદકી કરતા શખ્સો અને શોચક્રીયા કરતા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.