મહત્વનું છે કે, બિલ્ડરોએ અહીં દબાણ કર્યુ હોવાનું કોર્પોરેટરે આક્ષેપ લગાવ્યો છે. વોર્ડ નંબર 16ના કોર્પોરેટર નિતાબેન પરમાર પણ JMCમાં અવારનવાર રજુઆત કરી હતી. જો કે બિલ્ડરોને પોતાનો લાભ લેવા માટે કેનાલમાં કાટમાળ ઠાલવી દીધો છે અને વરસાદ પડશે ત્યારે સમગ્ર વિસ્તારનું પાણી લોકોના ઘરમાં ઘુસી જશે.
જામનગરના કમિશ્નરે પટેલનગર પાસે દબાણ કરેલી કેનાલનું કર્યું નિરીક્ષણ
જામનગર: વોર્ડ નંબર 16 માં આવેલ પટેલ નગર, મહાવીર નગર પાછળ કુદરતી વોકળામાં નગરપાલિકાએ એક કિલોમીટર સુધી મેટલ, મોરમ પથ્થર, ઇંટનો કાટમાળ નાખીને નદીના કુદરતી વહેણને અટકાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, વધુ વરસાદ આવતાની સાથે જ લોકોના ઘરમાં પાણી ઘુસી જાય તેવી પરીસ્થિતી સર્જાય તેમ છે. જેમનું JMCના કમિશ્નર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
JMR
ગુરુવારે બોપરના સમયે જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર ખુદ સ્થળ તપાસ માટે પહોંચ્યા હતા અને જે દબાણ કરવામાં આવ્યુ છે તે દૂર કરવાની ખાત્રી પણ આપી છે. કમિશ્નર પટેલનગર પહોંચતા જ સ્થાનિકો એકઠા થઇ ગયા હતા અને વરસાદી પાણી ઘરમાં ઘુસી જશે તેવી રજુઆત કરી હતી.
કોર્પોરેટર યુસુફ ખફીએ ચીમકી ઉચ્ચારી છે કે જો કેનાલ પરના દબાણ દૂર કરવામાં નહિ આવે તો, તેઓ આગામી સોમવારથી મહાનગરપાલિકા સામે અચોક્કસ મુદતના ધરણા યોજશે.