ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલે CMને પત્ર લખ્યો, લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માંગ - ધારાસભ્ય રાઘવજી પટેલ

જામનગરઃ ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણી તેમજ કૃષિ પ્રધાન આર.સી.ફળદુ ને પત્ર લખી જામનગર જિલ્લાને લીલો દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી છે. જામનગર જિલ્લામાં શુક્રવારના રોજ પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે, ત્યારે ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલ આગળ આવ્યા છે.

જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલે CMને પત્ર લખી લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માંગ

By

Published : Nov 16, 2019, 12:12 PM IST

જામનગર જિલ્લામાં છેલ્લા એક મહિનામાં ત્રણ જેટલા કમોસમી વરસાદ ખાબકયો છે, જેના કારણે મોટાભાગના ખેડૂતોના પાકને નુકસાન થયું છે. જો કે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે 700 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તેમ છતાં જામનગર જિલ્લાના ખેડૂતો ને કેટલું એક જ મળશે તે સવાલ છે.

જામનગરના ધારાસભ્ય રાઘવજી પટેલે CMને પત્ર લખી લીલો દુષ્કાળ જાહેર કરવાની કરી માંગ
હાલ જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે અને ખેડૂતો એવી માંગ કરી રહ્યા છે કે તેમની ચોમાસુ મોસમ નિષ્ફળ ગઈ છે એટલે સર્વેનો કરવામાં આવે અને વીમો તેમજ વળતરરૂપે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક આવે તેવી માંગ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details