જામનગરઃ કાલાવડના PSI રાદડિયા દારૂના ગુનામાં જપ્ત કરેલી કારનો અંગત ઉપયોગ કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યારે કારના માલિક અને તેના વકીલ દ્વારા રસ્તામાં ફરી રહેલી પોતાની કારને અટકાવી તેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ કારમાં PSI સંદીપ રાદડિયાના પત્ની બેસેલા હતા અને તેઓ કબ્જામાં રહેલી કારને બહારગામ લઈ જતા હોવાનું વીડિયોમાં કબૂલી પણ રહ્યા છે.
દારૂના ગુનામાં પોલીસે કબ્જે કરેલી કારમાં PSIના પત્ની ફરતા હતા, PSIને કરાયા સસ્પેન્ડ
કાલાવડમાં દારૂના કેસમાં ઝડપાયેલી કાર ગ્રામ્ય PSI રાદડિયા દ્વારા અંગત ઉપયોગ કરાતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે અનુસંધાને જિલ્લા પોલીસવડા શ્વેતા શ્રીમાળીએ કડક પગલું ભર્યું છે અને PSI રાદડિયા તેમજ હેડ રાઇટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
જામનગર જિલ્લા SP શ્રીમાળીએ PSIને કર્યા સસ્પેન્ડ
જો કે, આરોપીને યોગ્ય જવાબ ન અપતા આખરે કારના માલિક (આરોપી) અને તેમના વકીલે પોતાની કારનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જે અનુસંધાને આજરોજ ગુરુવારે જિલ્લા પોલીસવડાએ કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના PSI અને હેડ રાઇટરને સસ્પેન્ડ કરી તપાસના આદેશ આપ્યા છે.
- જુઓ શું હતી સમગ્ર ઘટનાઃ પોલીસનો જબરો રૂઆબ, PSI રાદડિયા કબ્જે કરેલી ગાડીનો ઉપયોગ તેમની પત્ની માટે કરી રહ્યા છે
Last Updated : Sep 17, 2020, 8:53 PM IST