Video Viral : નાગ-નાગણનો પ્રેમ કેમેરામાં થયો કેદ, અદભૂત વીડિયો થયો વાયરલ જામનગર : શહેરના મધ્ય આવેલા લાખોટા તળાવના ગેટ નંબર એકની પાસે નાગ અને નાગણના પ્રેમ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. હાલ જામનગર શહેરમાં ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. નાગ અને નાગણ પ્રેમ કરતા કેમેરામાં કેદ થયા છે. આમ પણ લાખોટા તળાવ ખાતે જામનગરના મોટાભાગના લોકો ટહેલવા માટે જતા હોય છે, ત્યારે ગેટ નંબર એક પાસે નાગ નાગણી પ્રેમ કરતા હોય તેવો વિડીયો એક વ્યક્તિએ કેમેરામાં કેદ કરી લીધો છે. અને અદભુત દ્રશ્ય જોઈ સૌ લોકો મંત્રમુગ્ધ બન્યા છે.
આ પણ વાંચો :Video Viral : રણ મેદાનમાં સાવજે શ્વાન સામે હથિયાર હેઠા મુક્યા, જૂઓ વિડીયો
લોકોની ભીડ વચ્ચે પ્રેમ : જામનગર પંથકમાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ સર્જાયું છે. છેલ્લા બે દિવસથી અનેક જગ્યાએ વરસાદ પણ ખાબકી રહ્યો છે. જોકે ચોમાસા જેવા વાતાવરણમાં સરીસૃપો પણ ગેલમાં આવતા હોય છે. ખાસ કરીને જમીનના પેટાણમાં રહેતા સરીસૃપ ઠંડા વાતાવરણમાં બહાર નીકળતા હોય છે. ત્યારે નાગ નાગણના પ્રેમનો વિડીયો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. આમ જામનગરના અતિવ્યસ્ત ગણાતા લાખોટા તળાવ પાસે સતત વાહનોની અવરજવર હોય છે અને લોકોની પણ અહીં મોટી સંખ્યામાં ભીડ હોય છે. છતાં પણ નાગ અને નાગણી અહીં પ્રેમ વ્યક્ત કરતા કેમેરામાં કેદ થયા છે.
આ પણ વાંચો :Video Viral : પાણીની ટાંકીમાં ભેંસોનું મોઢું હલવાણું, બહાર નથી નીકળતું! જૂઓ વિડીયો
વરસાદી મૌસમમાં આનંદ માટે આવ્યા બહાર : નાગ નાગણના વિડીયો વાયરલ થયો છે તે સમગ્ર મામલે વન વિભાગના અધિકારીએ જણાવ્યું કે, હાલ જે પ્રકારનું વાતાવરણ ઠંડુ છે. જેના કારણે આ સરીસૃપ મોટાભાગે સાંજના સમયે બહાર નીકળતા હોય છે. વીડિયોમાં જે પ્રકારના દ્રશ્ય જોવા મળી રહ્યા છે. તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ નાગ અને નાગણ પાણીના હોવાનું જોવા મળે છે. લાખોટા નેચર ક્લબના પ્રમુખ વિજયસિંહ જેઠવાએ જણાવ્યું કે, જામનગર પંથકમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ છે. ત્યારે અનેક અભ્યારણો તેમજ જે જગ્યાએ પાણી હોય ત્યાં આવા સરીસૃપો બહાર નીકળતા હોય છે.