ગુરૂવારના રોજ આ કામગીરી પૂર્ણ થતાં જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર સતીશ પટેલ, નાયબ કલેકટર રાજેન્દ્ર સરવૈયા અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ભૂપેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી અને તળાવમાં ચૂંદડી અને નાળિયેર તેમજ આજુબાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે.
જામનગરમાં સરકારના ખર્ચે નહિં પણ સામાજીક સંસ્થાઓના સહયોગથી લહેર તળાવનું રીનોવેશન - work
જામનગરઃ શહેરના ભાગોળે આવેલા લહેર તળાવને જામનગર ચેમ્બર ઓફ કોમર્સ અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા રૂપિયા 22 લાખના ખર્ચે રીનોવેશન તેમજ ઉંડુ કરવાની કામગીરી કરવામાં આવી હતી.
અત્યાર સુધી મોટાભાગની ચેકડેમો તથા ડેમોમાં સરકારી સહાયથી કામગીરી કરવામાં આવતી હતી. જોકે લહેર તળાવને ઉંડુ કરવામાં કોઈ સરકારી સહાય લેવામાં આવી નથી. ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી રૂપિયા ૨૨ લાખનો ખર્ચ બાદ તળાવને ઉંડુ કરવામાં આવ્યું છે.
લહેર તળાવને ઉંડુ કરવામાં આવતા આજુબાજુના 8થી 10 ગામોને પીવાનું પાણી મળી રહેશે તેમજ પાંચથી છ કિલોમીટરના એરિયામાં સિંચાઈનું પાણી પણ ઉપલબ્ધ થઇ શકશે. લહેર તળાવમાં પહેલા 23 લાખ કરોડ લિટર પાણીનો સમાવેશ થતો હતો. જોકે આ તળાવને ઉંડુ કરવામાં આવતાં તેમજ તળાવમાં તળાવની ઊંચાઇ વધારવામાં આવતાં હવે ૪૨ લાખ કરોડ લિટર પાણીનો સમાવેશ થયો છે.