ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે સઘન ચેકિંગ

જામનગરઃ શહેરના વિવિધ રાજમાર્ગો પર વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જામનગર જિલ્લા પોલીસ વડાએ લોકસભા ચૂંટણી પૂર્વે ખાસ ફ્લાઈંગ સ્કવોડની રચના કરી છે. શહેરના મુખ્ય માર્ગો પર પસાર થતા વાહનો રોકી તપાસ કરવામાં આવી રહી છે. જામનગર સહિત દેવભૂમિ દ્વારકા તેમજ અન્ય તાલુકાઓમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

જામનગર પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે સઘન ચેકિંગ હાથ ધરાયું

By

Published : Mar 27, 2019, 7:41 PM IST

મહત્વનું છેકે, ચૂંટણી પહેલા કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ વહીવટ તંત્ર હરકતમાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાં જિલ્લા કલેકટર એસ.પી. દ્વારા પણ ફ્લેગમાર્ચ પણ યોજવામાં આવી હતી.

જામનગર પોલીસ દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે સઘન ચેકિંગ હાથ ધરાયું

ચૂંટણી સમયે કોઈ બેનામી વ્યવહારો ન થાય તેમજ દારૂની હેરફેર પર પણ વોચ રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા લોકસભા ચૂંટણી પૂર્વે ખાસ કરીને સુરક્ષા સઘન કરવામાં આવી છે. તેમજ નાઈટ પેટ્રોલીંગ પણ કરવામાં આવી રહ્યું છે.તો જામનગર જિલ્લા પોલીસ વડા શરદ સિંઘલ દ્વારા ખાસ ટીમ બનાવવામાં આવી છે. અને આ ટીમ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details