જમીન માપણીની હિલચાલ દેખાઈ જામનગર : જામનગરમાં નાગમતી રિવરફ્રન્ટ પ્રોજેકટનું આયોજન છે. આ માટે માપણીની કાર્યવાહી આજથી શરૃ કરવામાં આવી છે. જામનગરમાં રિવર ફ્રન્ટ પ્રોજેકટ અન્વયે આજથી જમીન માપણીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આજે દરેડ-લાલપુર બાયપાસ પાસે કૃષ્ણ પાર્ક વિસ્તારમાં જમીન માપણી અને દિશા અંગનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
600 કરોડ રુપિયાની ગ્રાન્ટ :નાગમતી રિવરફ્રન્ટ પ્રોજેકટમાં જમીન માપણીની કાર્યવાહી કરવા માટે ડે. એલ.આર. સિટી મામલતદાર અને મહાનગરપાલિકાની સંયુકત ટીમ જમીન માપણી માટે પહોંચી હતી. જામનગર મહાનગરપાલિકાની ગત તા. 22 સપ્ટેમ્બરના રોજ મળેલી સ્ટેન્ડીિગ કમિટીની બેઠકમાં શહેરમાં રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ પ્રોજેકટને સૈદ્ધાંતિક રીતે સ્વીકારવામાં આવ્યો હતો અને સરકારમાંથી 600 કરોડ રુપિયાની ગ્રાન્ટ મેળવવા નિર્ણય લેવાયો હતો. આમ દરખાસ્તના સૈદ્ધાંતિક સ્વીકારના એક માસમાં જમીન માપણી કાર્ય શરુ કરી દેવામાં આવતાં આગામી સમયમાં આ પ્રોજેકટ હાથ ધરવામાં આવે તેવી શકયતા છે.
સર્વેની કામગીરીને આવકારતું શહેર :ભાજપ જામનગર શહેરને મળશે નવી ઓળખ, પ્રવાસન ક્ષેત્રે જામનગર બનશે વિશેષ આકર્ષણનું કેન્દ્ર લાખોટા લેક, લાખોટા કિલ્લો, પછી રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ જામનગરને નવી ઓળખ આપશે. જામનગર શહેરનો ઇતિહાસ નાગમતી - રંગમતી નદીના કિનારા સાથે સંકળાયેલ રહ્યો છે. રાજકોટ તરફથી આવતા શહેરમાં પ્રવેશ પૂર્વે આ નદી પસાર થઇ રહી છે. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, રીવાબા જાડેજા, મેયર વિનોદભાઈ ખીમસુરિયાં, સ્ટે.કમિટી અધ્યક્ષ નિલેશ કગથરા, શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા વગેરેની રજૂઆતોથી જામનગર રિવરફ્રન્ટ માટે કુલ 100 કરોડનો પ્રોજેક્ટ બની રહ્યો છે.
જામનગરને નવી ઓળખ મળશે : આ પ્રોજેક્ટ અંતર્ગત આજરોજ તેના સર્વેની કામગીરી શરુ કરવાં આવેલ છે, એક રીતે કહીયે તો ટેક્નિકલી પ્રોજેક્ટના શ્રી ગણેશાય નમઃ કરવામાં આવેલ છે. જામનગર નાગમતી - રંગમતી નદીકિનારે રિવરફ્રન્ટથી જામનગરને નવી ઓળખ આપશે, તો નદી આગવું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે, નદી કિનારે થયેલ દબાણો દૂર થતા પાણી પ્રવાહમાં થતા વિઘ્નો દૂર થશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ કાંકરિયા રિવરફ્રન્ટે અમદાવાદ ને એક નવી ઓળખ આપી છે, તેવી જ રીતે જામનગર રિવરફ્રન્ટ જામનગર શહેરને નવી ઓળખ પ્રદાન કરશે. સૌરાષ્ટ્રનું પેરિસ ગણાતું જામનગર શહેર ટુરિઝમ દ્રષ્ટિએ પણ આકર્ષણનું કેન્દ્ર બનશે.
જામનગરના સાંસદ ધારાસભ્યની રજૂઆતો સ્વીકારી : 2012માં તત્કાલીન સાસદ, ધારાસભ્યો દ્વારા આ રિવરફ્રન્ટ માટે દરખાસ્ત મૂકવામાં આવ્યો હતી. ફરી વર્ષ 2023 દરમિયાન સાસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, દ્વારા રિવરફ્રન્ટ બાબતે દરખાસ્ત મૂકવામાં આવેલી. ગત ચોમાસા દરમિયાન મુખ્યપ્રધાન વોર્ડનંબર બેની મુલાકાત સમયે સાંસદ, ધારાસભ્યદ્વારા રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી. જેને ગુજરાત રાજ્ય મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સ્વીકારવામાં આવી છે.
- Jamnagar News : જામનગરના નાગમતી આવાસના રહીશોને ભાડુઆતોની કનડગત, મામલો પહોંચ્યો મેયર પાસે
- જામનગર જળબંબાકારઃ રંગમતી-નાગમતી બે કાંઠે, ટ્રક પાણીમાં ગરકાવ
- જામનગરમાં જર્જરિત પુલનું સમારકામ કરવા ઉઠી લોકમાગ