ગુજરાત

gujarat

ETV Bharat / state

Jamnagar News : જામનગરના નાગમતી આવાસના રહીશોને ભાડુઆતોની કનડગત, મામલો પહોંચ્યો મેયર પાસે

જામનગરના લાલવાડી વિસ્તારમાં ગરીબો માટેના સરકારે ફાળવેલા આવાસોના રહીશોની જુદી પ્રકારની સમસ્યા સામે આવી હતી. અહીં કેટલાક ગરીબોએ તેમને ફાળવાયેલા ફ્લેટ ભાડુઆતોને આપી દીધાં હોવાની રાવ ઉઠી છે. સાથે ભાડુઆત ફ્લેટધારકો દાદાગીરી કરતાં હોવાની વાતને લઇ વિરોધ દર્શાવાયો હતો.

Jamnagar News : જામનગરના નાગમતી આવાસના રહીશોને ભાડુઆતોની કનડગત, મામલો પહોંચ્યો મેયર પાસે
Jamnagar News : જામનગરના નાગમતી આવાસના રહીશોને ભાડુઆતોની કનડગત, મામલો પહોંચ્યો મેયર પાસે

By

Published : May 20, 2023, 5:33 PM IST

ભાડુઆત ફ્લેટધારકો દાદાગીરી કરે છે

જામનગર : જામનગરમાં લાલવાડી પાસે આવેલ નાગમતી આવાસના સી વિંગના ફ્લેટધારકોએ કોર્પોરેશન સત્તાવાળાઓને ભરનીંદરમાંથી જગાડવા થાળીવાટકા વગાડી વિરોધ વ્યક્ત કર્યો હતો. આવાસના ફ્લેટ ભાડે આપવાનો વિવાદ લઇને જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારીને આવેદનપત્ર આપીને તેમની સમસ્યાની રજૂઆત કરી છે. સ્થાનિકોની ફરિયાદ છે કે લાલવાડી આવાસમાં છ જેટલા મકાનો ભાડુઆતને આપવામાં આવ્યા છે અને 20 જેટલા ફ્લેટો બંધ હાલતમાં છે.

એક્શન લેવામાં આવે : આવાસમાં રહેતાં ભાડુઆત ફ્લેટધારકો સ્થાનિકો સાથે ઘર્ષણ કરતા હોવાની મોટી રાવ ઉઠી છે. નાગમતી આવાસના સી વિંગના ફ્લેટધારકોએ એકઠા થયાં હતાં અને થાળી વાટકા વગાડતાં મહાનગરપાલિકાએ પહોંચ્યા હતાં. જો કે અગાઉ જામનગર મહાનગરપાલિકા દ્વારા રોજી પેટ્રોલપંપ પાસે આવેલ આવાસમાં 28 જેટલા મકાનોમાં ભાડુઆત રહેતા હોવાના કારણે બંધ કરવામાં આવ્યા હતાં તેથી અહીં પણ એક્શન લેવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

જામનગર મહાનગરપાલિકાએ અનેક આવાસ બનાવ્યા છે અને નિયમ એવો છે કે જે તે માલિકે સાત વર્ષ સુધી ફ્લેટ ભાડે ન આપી શકે. ત્યારે રજૂઆત માટે આવેલા લોકોને આશ્વાસન આપ્યું છે કે મનપા ટીમ મુલાકાત લેશે અને જે પણ ભાડુઆત છે તે ફ્લેટ ધારકો સામે કાયદેસર પગલાં લેવામાં આવશે...બીનાબહેન કોઠારી (જામનગર મહાનગરપાલિકાના મેયર)

ઘર્ષણમાં ઉતરવાની ફરિયાદ : આવાસના ફ્લેટમાં રહેતાં ભાડુઆતો સ્થાનિકો સાથે ઘર્ષણમાં ઉતરવાની ફરિયાદ પણ છે. સ્થાનિકો જણાવી રહ્યાં છે કે ભાડુઆત લોકો દાદાગીરી કરે છે અને ધમકીઓ આપે છે. મેઇન્ટેન્સ પણ આપતા નથી.જેના કારણે જે તે ફ્લેટધારકોને તમામ ખર્ચ આપવો પડે છે.

વિરોધ પ્રદર્શન કરશે :આ બાબતે મુશ્કેલીમાં મૂકાયેલા લોકોમાં જામનગર મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી હતી અને થાળી વાટકા વગાડી અનોખો વિરોધ કર્યો હતો. લોકોએ આ સાથે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો આગામી 10 દિવસમાં સમસ્યાનું નિરાકરણ કરવામાં નહીં આવે તો લાલ બંગલા સર્કલ ખાતે તમામ આવાસના રહેવાસીઓ ધરણા યોજી અને વિરોધ પ્રદર્શન કરશે.

ગરીબો ઘર ભાડે આપી કમાણી કરે છે :એક બાજુ રાજ્ય સરકાર ગરીબોને ઘરનું ઘર આપી રહી છે તો બીજી બાજુ આ ગરીબો આવાસના ફ્લેટો ભાડે આપી અને કમાણી કરી રહ્યા છે. જોકે અગાઉ મહાનગરપાલિકાએ આવા આવાસના ફ્લેટધારકો સામે કાયદેસરના પગલાં લીધાં હતાં અને 28 જેટલા ફ્લેટો રદ કર્યા હતાં.

  1. Rajiv Awas Yojana: પાલનપુર પાલિકાએ બનાવેલા રાજીવ આવાસ યોજનાના મકાનો ખાઈ રહ્યાં છે ધુળ
  2. EWS LIG Flat : ઈડબ્લ્યૂએસ અને એલઆઈજી આવાસ ગેરરીતિ મામલામાં કમિશનરને પત્ર લખાયો, એસ્ટેટવિભાગ સામે રોષ
  3. Rajkot News : પાણી મુદ્દે રુડા ક્વાટર્સની મહિલાઓનો ઉગ્ર વિરોધ, આજી ડેમમાં નર્મદાના નીર ભરાતાં રાહત થવાનો મેયરનો દાવો

ABOUT THE AUTHOR

...view details