ગુજરાત

gujarat

ETV Bharat / state

જામનગરમાં M.P શાહ મેડિકલમાં રેગિંગ રાજ, ગરીબ વિદ્યાર્થી બન્યો ભોગ

જામનગરઃ શહેરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં ગરીબ વિદ્યાર્થી સાથે રેગિંગની ઘટના સામે આવી છે. એમબીબીએસના થર્ડ યરમાં અભ્યાસ કરતો પાર્થ રાઠોડ રેગિંગનો શિકાર બન્યો છે. મહત્વનું છે કે પાર્થ રાઠોડનો સામાન હોસ્ટેલના વિદ્યાર્થીઓએ રૂમ બહાર ફેકી દીધો હતો. જેને પગલે પાર્થે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.

નંદિની દેસાઇ, ડિન

By

Published : Jun 4, 2019, 2:21 PM IST

જો કે હોસ્પિટલ સત્તાધીશો જણાવી રહ્યા છે કે વિદ્યાર્થીઓ વચ્ચે આંતરિક ઝગડો હોવાના કારણે સમગ્ર ઘટના બની છે અને સમગ્ર ઘટનાની તપાસ એન્ટી-રેગિંગને સોંપી દેવામાં આવી છે. તેમજ આગામી 6 તારીખે ત્રણે વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી તેમની સાથે રૂબરૂ વાતચીત કરવામાં આવશે.

મહત્વનું છે કે, પાર્થ રાઠોડની આર્થિક સ્થિતિ નબળી હોવાના કારણે તેમને મેડિકલ કોલેજની હોસ્ટેલમાં રાખવામાં આવ્યા હતા. જોકે સીનિયર વિદ્યાર્થીઓએ પાર્થને માનસિક રીતે પરેશાન કરતા હોવાથી પાર્થ પોલીસ ફરિયાદ તેમની સામે નોંધાવી છે..

જામનગરમાં M.P શાહ મેડિકલમાં રેગીંગરાજ, ગરીબ વિદ્યાર્થી બન્યો ભોગ
હાલ તો હોસ્પિટલ સત્તાધીશોએ સમગ્ર ઘટનાની તપાસ એન્ટી-રેગિંગ સ્કવોડને સોંપી દીધી છે અને એન્ટી-રેગિંગ સ્ક્વોડની તપાસ બાદ દોષિત વિદ્યાર્થીઓ સામે પગલા લેવાશે.

ABOUT THE AUTHOR

...view details