ગુજરાત

gujarat

ETV Bharat / state

કોરોના સામે સાવચેતી રાખવા જામનગરના ધાર્મિક અગ્રણીઓની લોકોને અપીલ

જામનગર જિલ્લામાં કોરોના વાયરસનો પગપેસારો થતો અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાનો અમલ કરવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા પગલાને સંપૂર્ણ સહકાર આપવા સ્થાનિક ધાર્મિક અગ્રણીઓ તથા પ્રબુદ્ધ નાગરિકોએ એક સૂરે અપીલ કરી છે. કોરોના વાયરસનો ચેપ ન લાગે તે માટે નાગરિકોને વ્યક્તિગત રીતે રાખવાની થતી ચોક્કસાઇનું પાલન કરવા માટે પણ આ અગ્રણીઓએ અપીલ કરી છે.

કોરોના સામે સાવચેતી રાખવા જામનગરના ધાર્મિક અગ્રણીઓની લોકોને એકસૂરે અપીલ
કોરોના સામે સાવચેતી રાખવા જામનગરના ધાર્મિક અગ્રણીઓની લોકોને એકસૂરે અપીલ

By

Published : Mar 21, 2020, 8:31 PM IST

જામનગર: શહેરના 5 નવનીતપુરીધામ ખીજડા મંદિરના કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના મહારાજ શ્રી કૃષ્ણમણિ મહારાજએ જણાવ્યું કે, કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં પ્રસરી છે. કોરોના વાઈરસના સંસર્ગમાં આવવાથી તે લાગું પડે છે. તેથી તમામ નાગરિકોએ પોતાના સ્વાસ્થ્યની વ્યક્તિગત રીતે તકેદારી રાખવી જોઇએ. બહારથી આવીને હાથ સારી રીતે હાથ ધોવા જોઇએ. કોઇ પણ માંદગીના લક્ષણ જણાય તો તરત જ તબીબને બતાવવું જોઇએ. તેમજ સામુહિક રીતે પણ કેટલીક બાબતોનો ચુસ્તપણે અમલ કરવો જોઇએ. મેળાવડામાં ના જવું જોઇએ. કોઇ પ્રસંગમાં જવાનું ટાળવું જોઇએ. આપણા સામુહિક સંકલ્પના બળથી સકારાત્મક ઊર્જાનો સંચાર કરી સરકારના પ્રયત્નોમાં સહકાર આપવો જોઇએ. તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારના રોજ જનતા કરફ્યૂની અપીલ કરી છે. તેમાં સૌએ જોડાવું જોઇએ.

કોરોના સામે સાવચેતી રાખવા જામનગરના ધાર્મિક અગ્રણીઓની લોકોને એકસૂરે અપીલ

જામનગરના આણદાબાવા સેવા સંસ્થાનના દેવપ્રસાદજીએ કોરોના બાબતે લોકોને અપીલ કરતા જણાવ્યું કે, કોરોના વાયરસથી ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી. કોઇને મળતી વખતે નમસ્કાર કે સલામ કરો, હસ્તધનુન ટાળો. ધાર્મિક કે સામાજિક પ્રસંગોનું આયોજન ન કરો અને જવાનું પણ થઇ શકે તો ટાળો. ખાંસી કે છીંક આવે ત્યારે રૂમાલનો અવશ્ય ઉપયોગ કરો. સરકાર તરફથી પગલાં લેવામાં આવી રહ્યા છે આપણે પણ સરકારને સહયોગ આપીએ અને વખતોવખત સરકાર તરફથી કરવામાં આવતા સૂચનોનું ચુસ્તપણે પાલન કરો. ખોટી મુસાફરી કે અવરજવર ટાળવી જોઇએ. આપણે સૌએ સાથે મળીને આ પરિસ્થિતિનો સામનો કરવો જોઇએ અને સરકારને પણ સંપૂર્ણ સહયોગ આપવો જોઇએ.

ABOUT THE AUTHOR

...view details